કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજની વિઘાર્થીની નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ માં પસંદગી પામી।

Views: 362
2 0

Read Time:2 Minute, 26 Second

અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. N.S.S. ના દરેક સ્વયંમ સેવકોને વર્ષ દરમ્યાન વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત રહી નિ:સ્વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ઘ્યાનમાં રાખતા યુવા કલ્યાણ અને રમત- ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક N.S.s. સેલ કર્ણાટક અંતર્ગત કર્ણાટક યુનિવર્સિટી ધારવડ અને N.S.S. સેલના સયુક્ત આયોજન દ્વારા નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ ૨૦૨૪ (NIC) નું આયોજન કર્ણાટક યુનિવર્સિટી ધારવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્યામાં N.S.S. ના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં સદર કોલેજની વિધાર્થીની પૂનમ ખેરાત એ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્પ નું આયોજન માં મુખ્ય હેતુ દરેકને એકતામાં લાવી તંદુરસ્ત, મજબુત અને વિવિઘતામાં એકતા કેળવી દેશની વિવિઘ સાંસ્કૃતિમાં પણ એકતા છે તેના અનુભવ કરાવ્યો હતો. એમ સ્ટેટ N.S.S. ઓફિસર ઓફ કર્ણાટક સરકારે જણાવ્યુ હતું. પૂનમને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈએ પૂરૂ પાડયુ હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્યક્ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like