આજરોજ તારીખ 19 ફેબ્રુઆરી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ નવસારી દ્વારા તળાજાના ગીગાભાઈ ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેકટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી વલસાડને આવેદનપત્ર આપવામાં આવેલ।

Views: 314
1 0

Read Time:2 Minute, 2 Second

સાહેબશ્રી સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, તા.૧૪-૦૨-૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્ન સમિતિના કાર્યક્રમમાં આહિર સમાજના વ્યક્તિ નામે ગીગાભાઈ ભમર ધ્વારા ચારણ ગઢવી સમાજ વીષે તથા ચારણ સમાજની દિકરીઓ તથા ચારણ સમાજમાં જન્મ લીધેલ પરમપુજય આઈ શ્રી સોનલ માતાજી સહિત અન્ય માતાજીઓ વિશે ખુબજ અપમાન જનક અને અભદ્ર વાણીવિલાસ ધ્વારા સમગ્ર ચારણ સમાજની લાગણી દુભાવેલ છે અને ચારણ ગઢવી સમાજ તથા આહીર સમાજ વચ્ચે દ્રેષ અને મતભેદ ઉભા કરવાના સ્પષ્ટ ઉદેશ્ય સાથે નિંદનિય કૃત્ય કરવામાં આવેલ છે.ખજાનચી મિતેશ એન લીલા.ગીગાભાઈ ભમર ધ્વારા કરવામાં આવેલ આ વાણીવિલાસ અને અભ્રદ્ર ભાષાથી ભારતીય દંડ સંહિતાની કલમ-૨૯૫-એ નો સ્પષ્ટ ઉલ્લંધન કરેલ છે અને તેમના વકત્વય ભારતીય દંડ સહિતાની કલમ-૧૫૩-એ અને ૫૦૪ અન્વયે કાયદાનો ભંગ કરેલ છે.આ બાબતે સમગ્ર ગુજરાત અને દેશમાં વસતા તમામ જ્ઞાતીના શક્તિઉપાસકોની ધાર્મીક ભાવનાને ઠેસ પહોચાડી સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવામાં આવેલ છે એ સંદર્ભે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી માટે રાજય સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેથી ગીગાભાઈ ભમર વિરૂધ્ધમાં સત્વરે ફોજદારી ગુન્હો દાખલ કરી જરૂરી પગલા લેવામાં આવે તેવી સમસ્ત ચારણ ગઢવી સમાજની અને શક્તિઉપાસકોની લાગણી અને માંગણી છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like