108 એમ્બ્યુલન્સ કપરાડા -૩ લોકેશન દર્દી માટે બની જીવન સંજીવની..।
108 ની ટીમને મળેલા કોલ મુજબ કપરાડા કાસટુનીયા ગામના એક મહિલા દર્દી જેને પ્રે્નન્સી નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ 108 કપરાડા ત્રણ લોકેશન ના EMT પ્રિયંકા પટેલ અને pilot મલેશ સિંધા ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ સરકારી હોસ્પિટલ નાનાપોન્ડા જવા રવાના થયા હતા. ત્યારે દર્દીના સોનોગ્રાફી રિપોર્ટમાં બાળક ઊંધું છે એમ જાણવા મળ્યું મળ્યું હતું . ત્યારે અમદાવાદ હેડ ઓફિસ ના ડોક્ટર મયુર સર ની સલા હ લીધી.દર્દી ને ત્યાં થી લઇ આગળ જતા અડધે રસ્તે પ્રેગ્નન્સી નો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્યાં જ 108 ની ટીમ EMT પ્રિયંકા પટેલ એ એમ્બ્યુલન્સમાં જ બ્રીચ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરી થયા પછી તરત જ EMT પ્રિયંકા પટેલ એ 108 ની હેડ ઓફિસ માં ફરીથી ડોક્ટર રાકેશ સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી દર્દી (માતા અને બાળક) ને સહી સલામત સરકારી હોસ્પિટલ નાનાપોન્ડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ દર્દી ના પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating