ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ગરબે ઝૂમતા ખેલૈયાઓ માટે આવતીકાલથી ૧૦૮ ટિમ તૈનાત।

Views: 411
1 0

Read Time:1 Minute, 44 Second

ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ગરબે ઝૂમતા ખેલૈયાઓ માટે આવતીકાલથી ૧૦૮ ટિમ તૈનાત। હમણાં ઘણા સમયથી જુવાનિયાઓ હાર્ટએટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અને એમાં પણ સખત મહેનત કર્યા બાદ આવા કિસ્સાઓ ની સંખ્યા વધી છે. પરિસ્થિને ધ્યાનમાં રાખી ગરબા રમતા ખાલૈયાઓની તબિયત લથડે તો તરત તેને આકસ્મિક સારવાર મળી રહે તે માટે મોટા ગરબા આયોજનો નજીક ૧૦૮ એમ્બ્યુલન્સના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે નવરાત્રિ દરમ્યાન કોઈ અનિશ્ચનિય બનાવ ન બને તે માટે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં તુરંત જ મેડિકલ સેવા માલી રહે તે માટે ગરબા મંડળો પર ૧૦૮ એમ્બ્યુલન્સ ની સુવિધા રાખવા આગોતરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં ત્રણેય જિલ્લામાં 15-15 એમ્બ્યુલન્સ ની ગોઠવણ કરવામાં આવી છે. આ બધીજ એમ્બ્યુલન્સ જરૂરી તમામ દવાઓ થી સજ્જ કરી દેવામાં આવી છે. નવરાત્રીમાં રાત્રે ખૈલૈયાઓ ગરબા રમેં ત્યારે હાર્ટએટેક કે બેભાન અવસ્થા અથવા તો અન્ય કોઈપણ ઇમરજન્સી ના કેશ ને પહોંચી વળવા માટે 1૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like