NO DRUGS IN GUJARAT ” तथा नशामुऽत गु४रात अलियान અંતર્ગત ગોગો સ્મોકીંગ પેપર કોનનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટાફ”।

હાલમાં રાજ્યમાં સગીર/યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ) કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઇટેનીયમ, ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટેટ, આર્ટીફીશયલ ડાય,) કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખબ જ હાનિકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ| કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનદારો વિગેરે ઉપરથી મળી રહેતા હોય છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ| ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય, જેથી ભરૂચ જીલ્લામાં “NO Druges in Gujarat” તથા નશામુક્ત ગુજરાત અભિયાન સાર્થક બને તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબનાઓએ આવા નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તઓ/સામગ્રીઓ જેવી કે, રોલીંગ પેપર,ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનોનુ વેચાણ કરતા દુકાનદારો,પાનના ગલ્લાઓને ચેકીંગ હાથધરી કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલનાયબ પોલીસ અધિક્ષકશ્રી ડો.કુશલ ઓઝા સાહેબનાઓને હકિકત મળેલ કે, કે અંક્લેશ્વર ને.હા નં 48 ની બાજુમાં આવેલ શિવમ રેસીડેન્સી મકાન નંબર A/31 માં ચરસ, ગાંજા વિગેરેનુ સેવન કરવા ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકીંગ કોન પેપર નો ગે.કા. રીતે વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કરી રાખેલ છે તેવી બાતમી આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એચ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ સદર જગ્યાએ રેડ કરી LIT કંપનીના ગોગો સ્મોકીંગ કોન પેપર સાથે બે ઈસમો ને પકડી પાડી તેઓની સામે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ની કલમ ૨૨૩,૫૪ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે।પકડાયેલ આરોપીઓ(૧) નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ ઉંવ 25 હાલ રહેવાસી મકાન નંબર A/31 શિવમ રેસીડેન્સી ભવરલાલ સંગારામ સુથાર નાઓના મકાનમાં ને.હા.નંબર 48 ના ભરૂચ થી અંક્લેશ્વર તરફના સર્વીસ રોડ ની બાજુમાં ગડખોલ તાલુકો અંક્લેશ્વર જીલ્લો ભરૂચ મુળ રહેવાસી ફુલીયા ગામ તાલુકો મારવાડ જંકશન થાના સીરીયારી જીલ્લો પાલી રાજસ્થાન (૨) હરીશ મંગલારામ પ્રજાપતિ ઉંમર 20 વર્ષ ધંધો વેપાર હાલ રહેવાસી મકાન નંબર A/31 શિવમ રેસીડેન્સી ભવરલાલ સંગારામ સુથાર નાઓના મકાનમાં ને.હા.નંબર 48 ના ભરૂચ થી અંક્લેશ્વર તરફના સર્વીસ રોડ ની બાજુમાં ગડખોલ તાલુકો અંક્લેશ્વર જીલ્લો ભરૂચ મુળ રહેવાસી ઠાકુરવાસ ગામ તાલુકો મારવાડ જંકશન થાના સીરીયારી જીલ્લો પાલી રાજસ્થાનનહી પકડાયેલ આરોપીઓ(૧) દિનેશ શંકરલાલ પ્રજાપતિ(૨) રાજારામ મોતીરામ પ્રજાપતિ બન્ને રહેવાસી શિવમ રેસી ને.હા.નંબર 48 ની બાજુમાં ગડખોલ તાઅંક્લેશ્વર જી ભરૂચકબ્જે કરેલ મુદામાલ(૧) LIT કંપનીના પ્રતિબંધીત ગોગો સ્મોકીંગ કોન પેપર ના કુલ બોક્ષ નંગ 819 બોક્ષ કુલ કિંમત રૂપીયા 5,62,550/-(૨) મોબાઈલ નંગ-02 ની કિંમત રૂપીયા 10,000/- મળી કુલ મદ્દામાલ કિંમત રૂપીયા 5,72,550/-કામગીરી કરનાર અધિકારી/કર્મચારી(૧) પો.સબ ઈન્સ. આર.એ.અસ્વાર (૨) પો.સબ.ઇન્સ કે.બી.મીર (૩) અ.હે.કો યુવરાજસિહ ભરતસિહ (૪) અ.હે.કો. મયુરભાઈ હરીભાઈ (૫) અ.હે.કો. નિકુંજભાઈ બળદેવભાઈ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન તથા (૬) એ.એસ.આઈ. અજયભાઈ દયારામભાઈ બ.નં.1010 (નાયબ પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી અંક્લેશ્વર વિભાગ) જી.ભરૂચ નાઓ દ્વારા કરવામાં આવેલ છે।
Average Rating