સેલવાસ અને ઉમરગામમાં ૬૧૧ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્ણ કર્યું રક્તદાન।
મુક્તિ પર્વનાં દિવસે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર નું આયોજન”*
*સેલવાસ અને ઉમરગામમાં ૬૧૧ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્ણ કર્યું રક્તદાન*
સેલવાસ, 15 ઓગસ્ટ, 2025: સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની નિષ્કામ ભાવથી માનવ સેવા કરવાના ઉપદેશોને અપનાવીને સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ, સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ સેલવાસ અને ઉમરગામમાં આયોજિત બે રક્તદાન શિબિરોમાં કુલ ૬૧૧ નિરંકારી ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું.
*સેલવાસમાં ૩૦૬ યુનિટ રક્તદાન*
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ હોલ, ડોકમરડી ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનાં નેજા હેઠળ ૩૦૬ નિરંકારી ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. આ શિબિરમાં સંત નિરંકારી મિશનની સેલવાસ, ગલોંડા અને કરજગામ બ્રાન્ચોના શ્રધ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં રેડ ક્રોસ રક્તદાન કેન્દ્ર, સેલવાસ દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકાર સિંહ જીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું. તેમણે ફરમાવ્યું કે નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન માર્ગદર્શન હેઠળ સંત નિરંકારી મિશન દ્વારા દેશ-વિદેશમાં રક્તદાન ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓએ મિશન દ્વારા કરવામાં આવતા માનવસેવાના કાર્યોની ભરપૂર પ્રશંસા કરી તેમજ શિબિરને સફળ બનાવવામાં સોશ્યલ વેલ્ફેર કોર્ડિનેટર, દાદરા નગર હવેલી અને દમણનાં સેક્ટર સંયોજક, ગલોંડા બ્રાંચના મુખી, કરજગામ બ્રાંચના મુખી શ્રીની દેખરેખ હેઠળ સ્થાનિક સેવાદળ અધિકારી અને સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
*ઉમરગામમાં ૩૦૫ યુનિટ રક્તદાન*
સંત નિરંકારી મિશનના સુરત ઝોન અંતર્ગત ઉમરગામમાં આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યાશાળામાં આયોજિત રક્તદાન શિબિરમાં ૩૦૫ નિરંકારી શ્રદ્ધાળુઓએ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. આ શિબિરમાં ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો જેમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને GMERS મેડિકલ કોલેજ & હોસ્પિટલ દ્વારા આ શિબિરમાં રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ શિબિરનું ઉદ્ઘાટન સુરત ઝોનના પ્રભારી શ્રી ઓન્કાર સિંહ જીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ફરમાવ્યું કે મુક્તિ પર્વના અવસર પર શહનશાહ બાબા અવતાર સિંહજી, જગત માતા બુદ્ધવંતી જી, નિરંકારી રાજમાતા કુલવંત કૌર જી, સંતોખ સિંહ જી તેમજ અન્ય ભક્તોએ મનુષ્યને સત્ય જ્ઞાન ની દિવ્ય જ્યોતિ થી અવગત કરાવ્યા હતા જેમને યાદ કરી શ્રદ્ધાળુઓ તેમને હૃદય થી શ્રદ્ધા સુમન અર્પિત કર્યા.
આ અવસર પર ઉમરગામ સેક્ટરના સંયોજક, સુરત ક્ષેત્રનાં શ્રેત્રિય સંચાલક, તથા આજુ બાજુ બ્રાંચો ના મુખીઓ ઉપરાંત મિશનના ઘણા પ્રબંધક અને અધિકારીઓ હાજર હતા. આ શિબિરને સ્થાનિક સેવાદળ યુનિટના સહયોગથી સફળતાપૂર્વક આયોજન કર્યું હતું।
Average Rating