વાપી કુંભારવાડમાં સિધ્ધનાથ મહાદેવ મંદિરના પાસેથી કાયમ માટે આવવા જવા માટે રસ્તાની સુવિધા અને પીવાના પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત સુવિદ્યા તથા ભૂગર્ભ ગટરની ગટરની સુવિદ્યા, વરસાદી પાણીના નિકાલ માટેની કાયમી સુવિદ્યા દિવાબત્તી માટેની સુવિધા કરી આપવા બાબત।
વાપી કુંભારવાડ સંતોષીમાતા મંદિર પાસેના આદિવાસી નાગરીકોની માન પૂર્વક જણાવવાનું કે, હમો વાપીના નાગરીકો છીએ, અમો વર્ષોથી એટલે કે બાપ દાદાના સમયથી વાપી કુંભારવાડમાં રહેતા આવેલ છે. અમારે ત્યાં ફળિયામાં આશરે ૫૦ થી ૬૦ આદિવાસીઓના ઘરો આવેલા છે. ભારત દેશના આઝાદીના ૭૬ વર્ષ થયા છતાં અમો આદિવાસીઓને કોઈપણ જાતની સુવિધાઓ વાપી નગરપાલિકા ધ્વારા પુરી પાડવામાં આવેલ નથી. અમોએ વાપી નવગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજુઆતો કરવા છતાં અમારી રજુઆતોને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. અમો આદિવાસીઓની માનપૂર્વક આ રજ કરવાની કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૪૦ (ગ) માં નવા રસ્તા કે માર્ગોનું રેખાકરણ કરવા રસ્તા અને માર્ગો બનાવવાની સ્પષ્ટ જોગવાઈઓ છે. આ કલમ અનુસાર અમોને કાયમી રસ્તો બનાવી આપવાની મહેરબાની કરશોજી.માનનીય સાહેબશ્રી આપને જણાવવાનું કે, વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીના લાલ કિલ્લાથી જાહેરાત કરેલ કે જેનું નામ જલ જીવન મિશન અંતર્ગત ઘર પર નળ થી જળ પહોંચાડવાનું શરૂઆત કરેલી જેમાં સૌ પ્રથમ સમગ્ર ગુજરાતમાં આ યોજના લાગુ કરવામાં આવેલી અને સૈાથી પહેલા અમદાવાદ જીલ્લાની અંદર આની શરૂઆત કરવામાં આવેલી. જલજીવન અંતર્ગત હર ઘર નળ થી જળ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાના કારણે વાપી નગરપાલિકાનો પણ સમાવેશ થયેલ છે. પરંતુ વાપી નગરપાલિકા ધ્વારા નળ થી જળ યોજનાનું પણ અમો આદિવાસીઓને સુવિધા આપવામાં આવેલ નથી. અમારી આદિવાસીઓની માંગ છે કે અમોને પણ નળ થી જળ યોજના હેઠળ હમોને પણ પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે એવી હમો આદિવાસીઓ માંગ કરીએ છીએ. ઘી ગુજરાત પ્રોવિન્સયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એક ૧૯૪૯ ની કલમ ૧૩૬/૬૮૯ મુજબ મફતમાં પાણી પુરવઠો પુરો પાડવાની જોગવાઈઓ છે. કલમ ૧૯૮/૨૦૦ મુજબ પણ પાણી પુરવઠો પુરો પાડવાની જોગવાઈઓ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૪૦ (ગ) મુજબ પાણી પુરુ પાડવાની સ્પષ્ટ જોગવાઈઓ છે.માનનીય સાહેબશ્રી અમો આદિવાસીઓને આજદિન સુધી ભુગર્ભ ગટર યોજનાની પણ સુવિધાઓ આપવામાં આવેલ નથી. અમારી માંગ છે કે અમોને ૫૦ થી ૬૦ ઘરોને પણ ભુગર્ભ ગટર યોજનાની સુવિધા પુરી પાડવામાં આવે. ઘી ગુજરાત મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ ૧૫૩ થી ૧૮૮ મુજબ ગટરની જોગવાઈ સુએઝ નિકાલ સંડાસ – બાથરૂમ અને મુતરડીનું નીરીક્ષણ તથા જાળવણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ મુજબ કલમ ૪૦ (૬) ગંદા પાણી નિકાલ સહીત ડ્રેનેજ જમીન ઉપરના અથવા ભુગર્ભ ડ્રેનેજ તેમજ સુએઝ નીકાલની વ્યવસ્થા કરવી એવી સ્પષ્ટ જોગવાઈઓ છે. આ કલમો અનુસાર અમો આદિવાસી અને વાપી કુંભારવાડમાં સંતોષી માતાના મંદિર પાસેના ૫૦ થી 50 ઘરોને આ સુવિધા પુરી પાડવામાં આવે એવી આપશ્રીને નમ્ર વિનંતી છે.માનનીય સાહેબશ્રી આપને રજુઆત કરવાની કે, અમો ૫૦ થી ૬૦ આદિવાસીઓના ઘરો આવેલા છે અને શું અમોને અહીંથી વિસ્થાપીત કરવા અને જમીન અને ઘર વિહોણા કરવાની શું નગરપાલીકા અને બિલ્ડરોની મન્સા તો નથી ને કારણ કે નવા ગરનાળા પાસે અંબિકા પાર્કની પાછળ ઓમકાર અને નિલકંઠ રો-હાઉસનું કામ બિલ્ડરો ધ્વારા ચાલુ કરેલ છે તે બિલ્ડરો ધ્વારા અમો આદિવાસીઓના ઘર પાસે આશરે ૧૫ ફૂટની દિવાલ બનાવી દિવેલ છે અને આશરે ૮ થી ૧૦ ફુટ જેટલું માટીનું પુરાણ કરી દીધેલ છે અને તે બિલ્ડરો ધ્વારા પાણીના કુદરતી વહેણમાં અવરોધ કરી દીધેલ છે. એ અવરોધના લીધે અમો આદિવાસીઓના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તે બાબતની અરજી તા.૨૮/૬/૨૦૨૩ ના રોજ વરસાદી પાણીના નિકાલ માટે અરજી આપેલ હતી પરંતુ તેનો વાપી નગરપાલિકા ધ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી, આપશ્રીને જણાવાવનું કે હમો આદિવાસીઓના ઘરમાં વરસાદી પાણી ન ભરાય એવી વ્યવસ્થા।
વાપી નગરપાલિકા ધ્વારા વરસાદી પાણીના કુદરતી વહેણને ખુલ્લી કરી આપવામાં આવે એવી હમારી માંગ છે. છેલ્લા બે વર્ષથી અમોએ વાપી નગરપાલિકાને રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. માનનીય સાહેબશ્રી આપને જણાવવાનું કે, આપની કચેરી વાપી નગરપાલિકા ધ્વારા જે પરવાનગી આપવામાં આવે છે એમાં કુલ પર (બાવન) શરતોને આધિન રહીને બાંધકામની પરમીશન આપવામાં આવે છે. જેમાંની એક પણ શરતોનું ઉલ્લંઘન કરવાથી પરવાનગી રદ થઈ જાય છે. જેમાં શરત નંબર (૮) પાણીના નિકાલના હયાત વહેણને અકબંધ રાખવાનું અથવા પાણીના નિકાલ અંગેની યોગ્ય અને વ્યવસ્થિત વૈકલ્પીક વ્યવસ્થા કરવાની રહેશે જે શરતોનું પાલન બિલ્ડરો ધ્વારા પાલન કરવામાં આવેલ નથી. જેથી અમારી સમગ્ર વાપી કુંભારવાડ સંતોષીમાતાના મંદિર પાસે ૫૦ થી ૬૦ થર ના નગરજનોની માંગ છે કે શરત નંબર (૯) મુજબ ગંદાપાણીની અથવા કોઈપણ પ્રકારની લાઈન નગરપાલિકા તરફથી નાંખવામાં આવે ત્યારે તેને આપના કંપાઉન્ડમાંથી પસાર કરવા દેવાની રહેશે એવી સ્પષ્ટપણે શરતોની અમલવારી કરવાની રહેશે. જે શરતોને વાપી નગરપાલિકા ધ્વારા અમલવારી કરાવવામાં આવે. જો નગરપાલિકા ધ્વારા શરત નંબર (૯) નું અમલવારી કરાવવામાં નહીં આવે તો શરત નંબર પર (બાવન) મુજબ વિકાસ પરવાનગી રદ કરવાની પણ સ્પષ્ટ જોગવાઈઓ છે. જો આમ પણ કરવામાં નહિ આવે તો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૬ ખ (બી) માં પણ પરવાનગી રદ કરવાની સ્પષ્ટ જોગવાઈઓ છે. કલમ ૪૦ (ખ) નીચાણમાં આવેલ કાદવ કચરાવાળા તથા આરોગ્યને હાની કરે તેવા વિસ્તારોની પૂણી કરવી અથવા નવા સાધ્ય કરવા અથવા જમીનને સમતલ કરવી એવી સ્પષ્ટ જોગવાઈઓ છે.માનનીય સાહેબશ્રી અમો ૫૦ થી ૬૦ ઘરના આદિવાસીઓની માનપૂર્વક અરજ છે કે હમારા વિસ્તાર વાપી કુંભારવાડ સંતોષી માતાના મંદિર પાસે લાઈટની પણ સુવિધા કરી આપવામાં આવે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૪૦ (૪) મુજબ દિવાબત્તીની વ્યવસ્થા કરવી એની પણ સ્પષ્ટ જોગવાઈઓ છે.માનનીય સાહેબશ્રી હમો આદિવાસીઓની આટલી રજૂઆતોને ધ્યાનપૂર્વક પુરી કરવામાં આવે એવી અમો આદિવાસીઓની વાપી નગરપાલિકા પાસે વિનંતી છે।જો હમારી વિનંતીઓ સ્વીકારવામાં નહિ આવે તો હમો આવેદનપત્ર આપ્યાના ૧૫ દિવસ બાદ વાપી નગરપાલિકામાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું એની તમામ જવાબદારી વાપી નગરપાલિકાની રહેશે, એની વિશેષ નોંધ લેશોજી।
Average Rating