માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, કલોલ દ્વારા આયોજિત 30મા વાર્ષિક મહોત્સવ તેમજ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો।
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, કલોલ દ્વારા આયોજિત 30મા વાર્ષિક મહોત્સવ તેમજ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો,આ અવસરે મહાનુભાવો દ્વારા દર્દીઓની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું।મુખ્યમંત્રીશ્રીએ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં સતત વિકાસકાર્યોની હેલી વરસાવી રહ્યા છે. આજના કાર્યક્રમને સરકાર અને સમાજના સહિયારા પ્રયાસથી વિકાસની બમણી ગતિનું ઉદાહરણ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થઈ રહેલ વિવિધ સેવાકીય કાર્યોની સરાહના કરી હતી તેમજ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ના ધ્યેય સાથે ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાની દિશામાં સેવારત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
Average Rating