ઝંડા ચોક વાપી નું અસ્તિત્વ ને બચાવવા વાપી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટર સાહેબ ને આવેદન અપાયું।
ઝંડા ચોક વાપી નું અસ્તિત્વ ને બચાવવા વાપી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટર સાહેબ ને આવેદન અપાયું, બ્રિજ કોન્ટ્રાકટર દ્વારા બનાવવા આવેલ ( ઝંડા ચોક) શહીદ સ્મારક ના નીચે શૌચાલય, વાપી કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાકટર નું કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અને વાપી ની જનતા પાસે માફી માંગવા માંગ.વિષય : ભારત દેશની આઝાદીના વીર શહીદ જવાનો સ્વ. જેઠાભાઈ ઉમેદભાઈ પટેલજી અને… સ્વ. દત્તાત્રેય બજાજી દહાડેજીના માનમાં વાપીની આમ જનતાના પૈસે બનાવેલ ” ઝંડાચોક ” ની લગોલગ શૌચાલય/મુતરડી બનાવીને આઝાદ ભારત દેશના વીર જવાનો સપુતોનું અપમાન કરવાવાળા જાહેરમા લેખીત માફી માંગે અને…(૨) વાપી નગર પલીકા દ્વારા ભારત દેશના મહાન વીર શહીદ જવાનોની યાદ માટે બનાવવામાં આવેલ ” ઝંડાચોક ” ને તોડી પાડવાનો લેખીત હુકમ કરનાર વાપી નગર પાલીકાન તેવો હુકમ તુરંત અસરથી નાગુદ કરી તેવા ” ઝંડાયોક” ની ફરતે લોખંડના પોલ અને જાળી મુકી તેવા ઐતીહાસીક ” ઝંડાચોક” ની જાળવણી કરવાનો હુકમ કરી આપવા બાબત.આથી અમો નીચે સહી કરનારા તમામ મોજે ગામ શહેર વાપી, તા.વાપી, જી.વલસાડ ગુજરાત ભારતદેશના રહેવાસીઓ છીએ.અમો નીચે સહી કરનારાઓએ આ અરજી સાથે બીડાણ કરેલ ફોટામા આપ સાહેબ જોશો તો જણાઈ આવશે કે,વાપી શહેરની આમ જનતાએ પોતાના પદરના નાંણા ખર્ચીને દેશની આઝાદીના પ્રથમ વર્ષે યાને તા.૧૫/૧૧/૧૯૪૮ ના રોજે દેશભક્ત સ્વ. શ્રી ઉત્તમલાલ દ્વારકાદાસ મહેતાના શુભ હસ્તે ભારત દેશની આઝાદીમાટે પોતાના પ્રાણોની આહુતી આપનારા બલીદાન આપનારા વીર જવાનો (૧) સ્વ. જેઠાભાઈ ઉમેદભાઈ પટેલજી અને (૨) સ્વ. દત્તાત્રેય બજાજી દહાડેજીની યાદમા વાપી શહેરની આમ જનતાએ પોતાના પદરના નાંણાથી બનેલ ઐતીહાસીક ” ઝંડાચોક ” નો પાયો નાંખવામાં આવેલ. અને જયારથી વાપી નગર પાલીકાની રચના થઈ છે તે પેહલાથી અને આજદીન પેહલાના માત્ર ૨ વર્ષ પેહલા સુધી વાપી નગર પાલીકા પણ હર પ્રજાસત્તાક દીન અને સ્વાતંત્રય દીનની ઉજવણી આખા વાપી શહેર/ગામમા આજ ” ઝંડાચોક ” પર આઝાદ ભારત દેશનો તીરંગો ફરકાવીને કરતા આવેલા છે.હાલમા અો નીચે સહી કરનારાઓના ધ્યાને આવ્યા મુજબ, વાપી નગર પાલીકા દ્વારા ભારત દેશની આઝાદીના લડવૈયા વીર જવાનોની શહાદતને અવગણીને, આપણી સુરક્ષા કાજે જેમણે પોતાના મોતની લગીરે પરવા કર્યા વિના તમારા અને મારા પરીવારજનોની સુખાકારી માટે પોતાના જીવનું બલીદાન આપીને શહાદત વ્હોરીને આપણને આઝાદ ભારત મા સુખેથી જીવતા રાખ્યા છે. તેવા વીર શહીદો,(૧) સ્વ. જેઠાભાઈ ઉમેદભાઈ પટેલજી અને… (૨) સ્વ. દત્તાત્રેય બજાજી દહાડેજી નામના ચોક – ઝંડાચોક ” ને તોડી પાડવાનો નાપાક હુકમ PWD ને લેખીતમા આપેલ છે. જે હુકમ પાકિસ્તાન જેવા દેશમા કરવામા આવે તો માની શકાય. પરંતુ આપણા આઝાદ ભારત દેશ ના સપુતો યોધ્ધાઓ લડવૈયાઓ શહીદ વીર જવાનોના સ્મારકને/ચોકને તોડી પાડવાનો હુકમ તો શત્રુદેશ કદાચ પોતાન દેશના શહીદોના મલાજો સાચવવા કદરને પણ શરમાવે તેવો છે.વધું મા હાલમા વાપીના આ ઐતીહાસીક ” ઝંડાગોક ” ની લગોલગ શૌચાલય બનાવી દઈને આમ જનતા માટે ખુલ્લો મુકી દઈ માનવતાને શરમસાર કરેલ છે. કેટલું દુખઃદ કહેવાશે મારા માટે તમારા માટે, આપણા સહુ માટે. ? કે આવા નાપાક હુકમ કરનારા અધિકારીના હુકમને લઈ વીરજવાનોની શહાદતની યાદ ના સ્મારક ” ઝંડાચોક ” જો તોડી પાડવામાં આવશે. શું? આપણા ભારત દેશમાં ઐતીહાસિક “ઝંડાચોક ” ને સાચવી રાખવા માટેની ૫૦૦૦ ફુટ જમીન પણ આપણી સરકાર ફાળવી શકતી નથી.? નેતાઓ માટે સેકડો એકર જમીન અને અમર જવાનોની યાદ મા બનેલ સ્મારકને સાચવવા માટે ૫૦૦૦ ચોરસ ફૂટ જમીન પણ ફાળવી નથી શકતા.?સબબ અમો નીચે સહી કરનારાઓની આપ સાહેબને માન પુર્વક બે હાથ જોડી દુઃખ સાથે વિનંતી કરીએ છીએ કે, (૧) વાપી નગર પાલીકા દ્વારા ” ઝંડાચોક ” ને તોડી પાડવાનો કરવામા આવેલ નાપાક હુકમ ને તુરંત પણે રદ્દ કરાવી દેવાનો હુકમ કરશોજી. (૨) ઐતિહાસિક ” ઝંડાચોક” ની આજુબાજુની ખુલ્લી પડતર પડેલી આશરે ૫૦૦૦ ચોરસ ફુટ જગ્યા જેટલી ખુલ્લી જગ્યા આજીવન ” ઝંડાચોક ” પર ૧૫ મી ઓગષ્ટ (સ્વાતંત્રય દીન) અને ૨૬ મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દીન) ના રોજે ભારત દેશના પવિત્ર પર્વની ઉજવણી કરી શકવા માટે ફાળવી આપવાનો હુકમ કરશોજી. અને…(૩) ઐતિહાસિક “ઝંડાચોક ” ની આજુબાજુ ભારે લોખંડ(G.I.) ના પાઈપો અને સાંકળો મુકી આજીવન રક્ષા કવચ ઉભુંકરી આપશોજી. અને (૪) ઐતિહાસિક ” ઝંડાચોક ” ની લગોલગ બનાવવામા આવેલ જાહેર શૌચાલય/મુતરડી તુરંત તોડી પાડી તેવી જગ્યા ખુલ્લી કરવાનો હુકમ કરશોજી. એટલી અમારી અરજ છે. સબબ અમો નીચે સહી કરનારા ભારતદેશના રહેવાસીઓની માંગણી છે કે, મહાન ભારત દેશના વીર જવાનો શહીદ સ્વ. જેઠાભાઈ ઉમેદભાઈ પટેલ, સ્વ. દત્તાત્રેય બજાજી દહાડેનાઓએ આપણે સુખે રહી જીવી શકીએ તે માટે પોતાના પ્રાણોની આહુતી આપેલી છે. બલીદાન આપેલ છે. તેમના બલીદાનની કદર ના કરીને તેઓને માન સન્માન આપવા માટે વાપીની આમ જનતાએ પોતના પદરના નાણાં ખર્ચીને બનાવેલ ” ઝંડાચોક ” ને લગોલગ ” શૌચાલય ” બનાવી દેવામા આવેલ છે. તેવા શૌચાલયને તાત્કાલીકતોડી પડાવી તેવી જગ્યાને ચોખ્ખી કરવાનો હુકમ કરી ઉપરોકત” ઝંડાચોક ” ફરતે અન્ય કોઈપણબાંધકામ ના કરી ઝંડાચોક પર દર વર્ષે ૧૫ મી ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરીનો કાર્યક્રમ વરસોથીવાપી નગર પાલીકા કરતી આવેલ હોય જે કાર્યક્રમ જ ચાલતો રહે તે બાબતે ઘટતું કરશોજી.નોંધ: અરજી જોવન જીવી ૭ મા, જો આ શૌચાલય/મુતરડી દુર ન કરવામા આવશે. અને આપલી સુખાકારી નિર્ભય જીવન જીવી શકવા માટે મહાન ભારત દેશના વીક અહીદ જવાનો શહીદ સ્વ. જેઠાભાઈ ઉમેદભાઈ પટેલ ય અને… સ્વ. દત્તાત્રેય બજાજી દહાડેજાની અસહી જવાનવગણીને વીર જવાનો શહીદોનું અપમાન ચાલું રાખવામા આવશે તો અમો નીચે [ સહી કરનારાઓએ ના છુટકે ભારતદેશના વીર જવાનોનું અપમાન કરવા સામે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશું. આ આંદોલન કરવા સમયે કોઈપલ જાનહાની કે કોઈને પણ કોઈપણ જાતનું નુકશાન થયો તેય તેની પણ તમામ જવાબદારી આ શૌચાલય/મંતરડી બનાવનારા જાડી ચામડીના અધિકારીશ્રીઓની રહેશે. જરૂર જણાશે તો તેવા અધિકારીશ્રી સામે ફોજદારી રાહેના ઉચ્ચ ન્યાયાલય હોઈકોર્ટ કે સુપ્રિમકોર્ટ ના દ્વાર ખખડાવીશું. અને તે પણ તેવા જાડી ચામડીના સરકારી અધિકારીશ્રી ના ખર્ચે અને જોખમે તે પણ જાણશોજી.।
Average Rating