લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ(ASWD)ના સહયોગથી સતત ચોથા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું રોજ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યા।

Views: 357
2 0

Read Time:2 Minute, 35 Second

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ(ASWD)ના સહયોગથી સતત ચોથા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું રોજ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યા।સમૂહ લગ્નમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીનાના પ્રમુખ ચંદાબેન યાદવ અને ASWD પ્રમુખ પરમજીત કૌર છાબડાએ સમૂહ લગ્નોત્સવમાં ભારે જેહમત ઉઠાવીને 8 જોડીઓના લગ્નમાં લગ્ન કરાવ્યા હતા. તેઓને કરિયાવરમાં 55 વિવિધ પ્રકારની જીવન ઉપયોગી વસ્તુઓ વિવિધ દાતાઓના સહયોગથી આપી હતી.આ સમૂહ લગ્નોત્સવ મા મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રીક ગવર્નર સુનિલભાઈ ગુગલીયા , ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ ,માણસા ધારાસભ્ય શ્રી જી.એસ.પટેલ તથા ખાલસા લિટલ ફ્લાવર્સ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી સુરજીત કૌર ડાંગ હાજર રહ્યા હતા . માણસા ધારાસભ્ય જી.એસ. પટેલનો સહયોગ ખૂબ જ સરસ રહ્યો હતો તથા તેમણે નવદંપતીઓને સુખી જીવન જીવવા માટે આર્શીવચન પણ આપ્યા હતા. રીટાબેન પટેલે તેમના વક્તવ્યમાં આટલા સરસ સામાજિક કાર્ય કરવા માટે બંને સંસ્થાઓના કાર્યકરો મેં બિરદાવતા જણાવ્યું કે આ સમૂહ લગ્ન મોટો યજ્ઞ કહેવાય અને આટલા અદભુત આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ ગુગલીયાએ વ્યસનથી મુક્ત રહી સ્વસ્થ જીવન જીવવા માટેમાટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગના લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના પ્રમુખ ચંદાબેન યાદવ તથા એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટના પરમજિત કોર છાબડા સાથે ક્લબની બધી જ બહેનોએ આ સેવા યજ્ઞ માં તન મન અને ધન થી જોડાઈ ખૂબ જ ધામધૂમથી પોતાની દીકરાનીઓની લગ્ન હોય તેવી રીતે આનંદપૂર્વક પ્રસંગને દીપાવ્યો હતો ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like