આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા EPC – 2 ‘નાટક અને કળા’ વિષય અંતર્ગત “લિપ્પણ આર્ટ” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું।

Views: 313
1 0

Read Time:2 Minute, 12 Second

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા EPC – 2 ‘નાટક અને કળા’ વિષય અંતર્ગત “લિપ્પણ આર્ટ” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું।બી.એડ. એ શિક્ષકો માટેનું તાલીમ કેન્દ્ર છે. એક શિક્ષકનું જ્ઞાન તેના વિષય પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને બી .એડ ના તાલીમાર્થીઓમાં વિવિધ કળા કૌશલ્ય વિકસે એ માટે બી.એડ. ના અભ્યાસક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે . જેવા કે પુસ્તક સમીક્ષા, કાવ્ય લેખન, એકપાત્રીય અભિનય, કલા પ્રદર્શન વગેરે. લિપ્પણ આર્ટ પણ એમાં નો જ એક ભાગ છે. જે સૌથી પ્રાચીન કલા ગણાવી શકાય છે. પોતાના ઘર સુશોભન માટે આ કલાનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ કલાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ તેનું મહત્વ સમજી શકે અને પોતાની અંદર રહેલી કલાને બહાર કાઢી શકે. જે વ્યવસાય ક્ષેત્રે પોતાના ગૃહ ઉદ્યોગ તરીકે પણ પોતાનું સ્ટાર્ટ અપ કરી શકે છે. પ્રસ્તુત”લિપ્પણ આર્ટ વર્કશોપ”માટેનું સંપૂર્ણ માર્ગદર્શન ડૉ. વૈશાલી દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ સહ સંચાલક તરીકે રિદ્ધિ પટેલ એસ.વાય.બી.એડ.ની તાલીમાર્થી દ્વારા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ, બી.એડ કોલેજના આચાર્ય ડો. પ્રીતિ ચૌહાણ અને સમગ્ર અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતાં।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like