કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર।

Views: 251
1 0

Read Time:4 Minute, 43 Second

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર।અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. આખા વર્ષ દરમ્યાન N.S.S. ના સ્વયંમસેવકો વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તેમજ જાગૃતિના પોગ્રામમાં જોડાઈને વ્યક્તિ. સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના N.S.S. યુનિટનો વાર્ષિક શિબિર ભારત સેવા સંસ્થા, સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભેંસદરા મુકામે યોજાયો હતો. શિબિરના ઉદ્ઘાટનમાં સંચાલન મંડળના ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગોયલ તેમજ મહેશભાઈ શાહ તથા સ્કુલના આચાર્ય વંદનાબેન સોલંકી અને ડો.સી.કે.પટેલ ડાયરેકટર કે.બી.એસ. કોલેજ, વાપી હાજર રહ્યા હતા. મહાનુભવોએ N.S.S.ના સ્વયંમ સેવકો તેમજ સ્કુલના વિદ્યાર્થીઓને N.S.S, ના કાર્યની વિગતવાર માહિતી આપતા વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. શિબિરના સપ્તાહ દરમ્યાન પ્રેરણાત્મક વક્તવ્યો. ગામના ખેડુતોને મશરૂમની ખેતીની તાલીમ, કુદરતી આપાતકાલીન દરમ્યાન સ્વ-બચાવ માટેની તાલીમ, રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ નવસારીના સહયોગથી મફત આઈ ચેક-અપ, ચશ્મા વિતરણ તેમજ ૩૪ દર્દીઓ માતે મોતિયાના ઓપરેશનની સેવા આપતા ૨૬૦ ગ્રામજનો અને ૧૪૦ વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થયો. ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારર્કીદી માર્ગદર્શન, વ્યક્તિગત સ્વચ્છતા પર આરોગ્ય સંભાળ સેમીનારનું આયોજન કરી ડો. ચિંતન પટેલ તરફથી ૧૪૦ દવાની કીટ પૂરી પાડવામાં આવી હતી. ધરમપુર સાયન્સ સેન્ટરના સહયોગથીમોબાઈલ વાન દ્વારા હાયજીન અને સેફટી બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તથા રાત્રી દરમ્યાન આકાશ દર્શન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત N.S.S. સ્વયંસેવકોએ ગ્રામજનોની મુલાકાત લઈ ગ્રામ્યજીવનની માહિતી લેતા સમાજમાં ચાલતા કુપોષણ, વ્યસન મુક્તિ તથા શિક્ષણ માટે શેરી નાટકો કરીને જાગૃત કર્યા હતા. ગ્રામજનો માટે રાત્રિ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમતોનું આયોજન કરેલુ હતું. કેમ્પ દરમ્યાન દરરોજના રસોઈકામની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી તથા શાળા અને ગામની સફાઈ, રંગકામ કાર્ય, મંદિરની સફાઈ કરવામાં આવી હતી. શિબિરના સમાપન પ્રસંગે અતિથિ વિશિષ તરીકે કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ તેમજ ડો. હિરેન પ્રજાપતિ (સાયન્સ ચીફ કો- ઓર્ડિનેટર) અને ડો. ચિંતન પટેલ (ટ્વીનસટી ક્લીનીક, વાપી) હાજર રહ્યા હતા. ડો. પૂનમ બી. ચૌહાણે તેમના વ્યકત્વયમાં N.S.S.ના સ્વયંસેવકોને તેમની સેવાકીય કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં પણ તેઓ ઉમદા સેવાના કાર્યમાં જોડાઈને દેશના વિકાસ માટે ભાગીદાર બને તેવુ આહવાન આપ્યુ હતું. વાર્ષિક શિબિરના ઉમદા કાર્ય માટે N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર N.S.S. વાર્ષિક શિબિર સફળ રહેતા કોલજના આચાર્ય ડૉ. પૂનમબી. ચૌહાણ N.S.S.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈ તથા તેમની ટીમ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like