એનઆરઆઈ કેશવભાઈ બટાકે ‘માછીરત્ન’ ગોપાલભાઈ કે. ટંડેલજીને કર્યુ યાદ, કહ્યું* *ગોપાલભાઈ જેવા માછી સમાજના રત્નોથી માછી સમાજ અને દમણ-દીવ, દેશ દુનિયામાં ગૌરવાન્વિત થઈ રહ્યું છે।
ગોપાલભાઈ મીરામાર જેવું મિલનસાર, પરોપકારી,* *ધર્મનિષ્ઠ શખ્સિયતનું અસમય સ્વર્ગવાસ આઘાતજનક : કેશવભાઈ બટાક* * *કેશવભાઈ બટાકે* *ગોપાલભાઈ કલ્યાણભાઈ* *ટંડેલજીના નામે ઉદ્યમી પુરસ્કાર શરૂ કરવાની દમણ પ્રશાસનથી કરી માંગ* *દમણ* . દમણવતની માછીપુત્ર એનઆરઆઈ કેશવભાઈ બટાકે ‘માછીરત્ન’ સ્વ. ગોપાલભાઈ કલ્યાણભાઈ ટંડેલજીને નમ આંખોથી યાદ કરી ભાવાંજલિ અર્પિત કરતાં કહ્યું કે ગોપાલભાઈ કે. ટંડેલજી જેવા માછી સમાજના રત્નોથી માછી સમાજ અને દમણ-દીવ દેશ-દુનિયામાં ગૌરવાન્વિત થયું રહ્યું છે. ગોપાલભાઈ કે. ટંડેલજી જેવા હંસમુખ, મિલનસાર, પરોપકારી, ધર્મનિષ્ઠ વ્યક્તિનું અસમય સ્વર્ગવાસ આઘાતજનક છે. ગોપાલભાઈ મીરામારજીની કમી કચારેચ પૂરી થઈ શકે તેમ નથી. સ્વ.ગોપાલભાઈજી જોડે જ્યારે પણ મારી વાત થતી હતી તેઓ સદાય લંડન, લેસ્ટર, યૂકેમાં, ગોવામાં વસતાં દમણ-દીવના લોકોનું હાલ-ચાલ પૂછતાં હતા. પખવાડીએ, મહીને ૨-૩ વાર ગોપાલભાઈ જોડે મારી ટેલીફોનીક વાતો થતી હતી. ગોપાલભાઈ માછી સમાજની ભાગવત કથાઓ, ધાર્મિક અનુષ્ઠાનો, મંદિરોમાં જ્યારે પણ મળતાં દિલથી મળતાં હતા. ગોપાલભાઈ બધા જોડે એવુંજ અપનત્વથી મેલ-મુલાકાત કરતાં હતા. એનઆરઆઈ કેશવભાઈ બટાકે કહ્યું કે ગોપાલભાઈએ કપરાં પરિસ્થિતિએ કેટલાક લોકોનું મદદગાર થયું હતું. એવા અમુક તો મને પોતાનો સંસ્મરણો કહી મન હળવો કર્યુ હતું. ખરેખર, ગોપાલભાઈ કે. ટંડેલજી એક મહેનતી દૂરદર્શી ઉદ્યમી હતા. તેમણે મહેનતથી નાનો ઘંધોથી શરૂ કરી ફોરસ્ટારર હોટલ મીરામાર અને મીરાસોલ રિસોર્ટ ઉભું કર્યુ. દમણ-દીવ પ્રવાસનને બુલંદી અપાવવામાં ગોપાલભાઈ મીરામારનું મોટો ફાળો રહ્યો છે. ૯૦ના દાયકામાં ગોપાલભાઈ કે. ટંડેલજીના હોટલ મીરામાર અને મીરાસોલ રિસોર્ટથી દમણના ટૂરિજ્મને વેગ મળ્યું હતું. આજે પણ બાહેરના ઘણાં લોકો ખાસકરીને ટૂરિસ્ટો દમણની બીજી પહેચાનોને બાદ કરતાં દમણને મીરાસોલ રિસોર્ટથી ઓળખે છે. એવા કર્મયોગી ઉદ્યમી ભાગ્યેજ મળે. એવા માછીરત્ન અને દમણના કર્મયોગી સાહસિક ગોપાલભાઈ કે. ટંડેલજીને મારૂ અંત:કરણપૂર્વક વિનમ્ર શ્રધ્ધાંજલી. પ્રભુ તેમણે નારાયણઘામમાં સ્થાન આપે, એવી મારી પ્રાર્થના છે. દમણ-દીવ પ્રશાસન સ્વ. ગોપાલભાઈ કલ્યાણભાઈ ટંડેલજીના નામે ઉદ્યમ પુરસ્કાર શરૂ કરે એવી મારી વિનમ્ર માંગ છે। *લિ* . *કેશવભાઈ બટાક,* *એનઆરઆઈ દમણવતની માછીપુત્ર*
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating