કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો।
વાપી: અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં નહેરુ યુવા કેન્દ્ર પારડી તાલુકાના સહયોગથી કોલેજના યુવાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં કોલેજના ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં નહેરુ યુવા કેન્દ્ર ઉમરગામના કો-ઓર્ડિનેટર શ્રી ઉમંગભાઈ ભંડારીએ યુવાનોને પોતાનો મત કિંમતી અને પવિત્ર છે તેમજ દરેકના મતથી દેશના નેતાની પસંદગી થાય છે. તેથી દરેક યુવાનોએ સમજદારી પૂર્વક યોગ્ય નેતાની પસંદગી કરી યોગ્ય નેતાને ચુંટવા માટે પણ સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં વાપી નહેરુ યુવા કેન્દ્રના કો- ઓર્ડિનેટર શ્રી જયવંદન બારિયા, શ્રી સાહિલ ભંડારી, શ્રી યુવરાજ સિંહ, શ્રી આકાશભાઈ તથા શ્રી ગોવિંદભાઈ ગઢવી અને કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે આ જાગૃતિ કાર્યક્રમને સરાહના આપતા યુવાનોને યોગ્ય નેતાની પસંદગી કરવા દરેક મતદાન કેટલુ મહત્વનું છે તે સમજાવતા દરેક યુવાનોએ મતદાન કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કૉલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે સ્ટાફ તથા નહેરુ યુવા કેન્દ્રના સભ્યોનેતથા વિદ્યાર્થીગણનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતા જાળવવા માટે આહવાન કર્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating