સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્ધિ।

Views: 339
1 0

Read Time:3 Minute, 49 Second

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્ધિ તારીખ: ૧૨/૦૯/૨૦૨૨ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા માસ્ટર ઓફ ફાર્મસી બીજા સેમેસ્ટરની પરીક્ષાનું તારીખ: ૧૨/૦૯/૨૦૨૨ સોમવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ છે. દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં એમ. ફાર્મના ત્રણ વિદ્યાર્થીઓ જી. ટી યુ. ટોપ ટેન માં અને સાત વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના ટોપ ટેનમાં સમગ્ર એમ.ફાર્મ બ્રાંચના એસ.પી.આઈ અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કચ્છી જાગૃતિબેન વસંતભાઈ ૯.૨૩ એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં સાતમો ક્રમ, અને કોન્ટ્રકટર ફોરમ જયેશભાઈ ૯.૦૮ એસ.પી.ઈ સાથે દશમો ક્રમ પ્રાપ્ત કર્યો છે, અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કોન્ટ્રકટર ફોરમ જયેશભાઈ ૯.૧૫ સી.પી.આઈ સાથે પાંચમો ક્રમ અને સરવૈયા સંજયભાઈ ભરતભાઈ ૯.૦૮ સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ વધાર્યું છે. આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ફાર્માસ્યુટિકસ શાખામાં કોન્ટ્રકટર ફોરમ જયેશભાઈ ૯.૧૫ સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમે, સરવૈયા સંજયભાઈ ભરતભાઈ ૯.૦૮ સી.પી.આઈ સાથે બીજા ક્રમે, નાયક નીલ સ્નેહલ ૮.૯૨ સી.પી.આઈ સાથે ચોથા ક્રમે, કિકાણી ઉત્કર્ષ ભરતભાઈ ૮.૮૫ સી.પી.આઈ સાથે સાતમાં ક્રમે, સિંગ દિક્ષા વિનય ૮.૭૭ સી.પી.આઈ સાથે નવમો ક્રમે આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ક્વોલિટી એસ્યુરન્સ શાખામાં કચ્છી જાગૃતિબેન વસંતભાઈ ૯.૦૦ સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં ચોથા ક્રમે, લાડ શિવમ પરેનભાઈ ૮.૭૭ સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું. આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્ટાફે એમ.ફાર્મસી ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આવી ઉજવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like