આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વપીમાં ફ્રેશરપાર્ટી યોજાઈ।

Views: 393
1 0

Read Time:1 Minute, 52 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વપીમાં ફ્રેશરપાર્ટી યોજાઈઆર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓએ ફ્રેશરપાર્ટી આપી હતી. કાર્યક્રમ વીઆઇએ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. જેમા મુખ્ય અતિથિ તરીકે IPS Shree Sreepal Seshma – ASP,વાપી જેમનું સ્વાગત સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા શ્રી કમલ દેસાઈ સાહેબ દ્વારા સાલ ઓઢાડી અને પુષ્પો ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. તેમજ અમારી સંસ્થામાં TYBBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મધુમિતા એમ દસે બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે જેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. તેમાં નાટક, ડાન્સ, ગીતો ની કૃતિઓ રજુ કરી હતી. તેમજ જીએસ,એલાર, સીઆરની વરણી કરવામાં આવી હતી. તથા Mr. & Miss Fresher ની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ વર્ષ માં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ ગાંધી સાહેબ તેમજ કોલેજીસનાં ઇન્ચાર્જ આચાર્યશ્રીઓ ડો.મિત્તલ શાહ, ડો. અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like