કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં શ્રધ્ધાંજલીરૂપે સિલાઈ મશીનનું વિતરણ થયું।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં શ્રધ્ધાંજલીરૂપે સિલાઈ મશીનનું વિતરણ થયું .વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં સ્વ. સોમચંદ કે. ગુઢકા, સ્વ. અમૃતબેન ગુઢકા, સ્વ. વનીતાબેન શોભાગચંદ ગુઢકા, સ્વ. હંસાબેન અમૃતલાલ શાહ અને શાંતિલાલ કે. શાહની પૂણ્યતિથિ નિમિતે ગુઢકા અને શાહ પરિવારના સહયોગથી વાપી વિસ્તારની જરૂરતમંદ મહિલાઓ પોતાના કામથી પગભર થઈ વ્યક્તિ, કુટુંબ અને સમાજનો વિકાસ થાય તે હેતુથી ૨૨ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિલાઈ મશીનનો લાભ મળતા લાભાર્થીઓએ કુટુંબ માટે આર્થિક મદદરૂપ થશે એવી ખુશીની લાગણી સાથે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ શાહ પરિવાર સમગ્ર સમાજ અને વાપીના વિકાસમાં હંમેશા તત્પર રહી અનેક વિવિઘ પ્રવૃતિઓ દ્વારા દાનો દ્વારા તેમજ સહકાર દ્વારા દરેક ક્ષેત્રમાં સિંહફાળો રહ્યો છે. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્યશ્રી ડો. પૂનમ બી. ચૌહાણે દાતાશ્રીઓમાં ગુઢકા અને શાહ પરિવારનો આભાર વ્યક્ત કરી લાભાર્થીઓ આર્થિક રીતે પગભર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating