આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વાપી કોલેજ અંતર્ગત ‘Standard cost’નું વ્યાખ્યાન યોજાયું..।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વાપી કોલેજ અંતર્ગત ‘Standard cost’નું વ્યાખ્યાન યોજાયું..આર.કે .દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વાપી કોલેજમાં BBA.B.COM, M.COM ના અંતિમ વર્ષનાં વિધાર્થીઓ માટે ગેસ્ટ વ્યાખ્યાન તરીકે આમંત્રિત શ્રી મહેશભાઈ નાઈક હેડ ઓફ કંટ્રોલિંગ અને સ્ટ્રેટેજી ડિપાર્ટમેન્ટ “બાયર કંપની”અને શ્રી ગૌરવ પંડ્યા પ્રોડકટ કોસ્ટ કંટ્રોલિંગ “બાયર”કંપનીના મેનેજરનું વ્યાખ્યાન યોજાયું.તેમનો વિષય “standard cost” હતો. કંપનીઓ માં કેટલા પ્રકારના કોસ્ટિંગ થાય છે તેના વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી. એટલે કે વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જીવનયાત્રા પુરી થયા પછી જીવન યાપન કરવા માટે કઈ રીતે મેનેજ કરવું અને કયા પ્રકારની કંપનીઓમાં રહી ને નોકરી કરી શકાય તેના વિશે પણ સારી એવી માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના અધ્યાપક ડો.અમિત સોનવણે દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તેમજ કોલેજના ઈન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર તેમજ આચાર્ય ડૉ. શીતલ ગાંધી સાહેબે શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating