ઉમરગામ વિધાનસભા મા સમાવિષ્ટ ઉમરગામ શહેરના ગાંધીવાડી ખાતેથી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચ।

ઉમરગામ વિધાનસભા મા સમાવિષ્ટ ઉમરગામ શહેરના ગાંધીવાડી ખાતેથી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચ। જનસભા તેમજ પદયાત્રા કાર્યક્રમ લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ વક્તાશ્રી મધુભાઈ કથીરીયા,પૂર્વ મંત્રી તેમજ ઉમરગામ ના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ, જનસભા તેમજ પદયાત્રામાં યોજાઈ હતી..આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ડો. નિરવભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પ્રેસવાલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્કાબેન શાહ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જીલ્લા સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, તમામ મોરચાના આગેવાન હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો, સહકારી આગેવાનશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, વહીવટીતંત્ર ના અધિકારીઓ, શાળા ના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating