કેબીએસ એન્ડ નટરાજ કોલેજ સ્વાવલંબી ભારત પરસેમીનાર યોજાયો।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજ સ્વાવલંબી ભારત પરસેમીનાર યોજાયો।વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં કોલેજના દરેક વિધાર્થીગણ ભારત સરકારની વિકાસની યોજનાઓની માહિતી મેળવી શકે તે હેતુથી “ સ્વાવલંબી ભારત અભિયાન” અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના વક્તા તરીકે ડો. સીમા ગાલા,શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને ડો. ચિંતન પટેલ હાજર રહ્યા હતા . વક્તાશ્રીઓએ ગરીબી અને બેરોજગારી કેવી રીતે દૂર કરી શકાય? તેમજ આજના યુવાનો ભણતરની સાથે આવક કેવી રીતે ઉભી કરી શકે?, નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર, ઊંચા વિચારો ધરાવનાર તેમજ દેશના પ્રથમ સ્થાન માટે સ્વદેશી જરૂરી વગેરે બાબતો પર વિશેષ ભાર મુકીને યુવાનોને જાગૃત કર્યા હતા તથા દેશની વિકાસની યોજનાઓનો ખુબ જ વિસ્તાર પૂર્વક સમજ આપતા નાના ઉધોગો શરૂ કરવા લોન ક્યાંથી લઈ શકાય, જરૂરી દસ્તાવેજો તથા ડિપાર્ટમેન્ટ વગેરેની પણ ખુબ જ ઉંડાણથી સમજ આપતા વિધાર્થીગણ પોતે સ્વાવલંબી થઈ શકે તેવા વિચારોથી ખુબ જ ઉત્કૃષ્ઠ થયા હતા. આ સેમીનારનું આયોજન અને વ્યવસ્થા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. સત્નીંદર કૌર ઘંજલ, શ્રી નકુમ ખોડા અને રૂમાના શેખ દ્વારા કરવામાં આવ્યુ હતું. આમ સમગ્ર સેમીનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી ચૌહાણે વક્તાશ્રીઓ, સ્ટાફગણ તેમજ શ્રોતાગણનો આભાર વ્યક્ત કરી વિધાર્થીઓને દેશના વિકાસની યોજનાનો લાભ લઈ સ્વાવલંબી બની દેશના વિકાસમાં ભાગીદાર બનવાની શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating