આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા,ધોધડકુવા ગામ દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન।

આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા,ધોધડકુવા દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે CRC. ડૉ. વિલ્સન મેકવાન તથા SMC સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દિપપ્રગટ્ય મહિલા અધ્યક્ષ તેજલબેન એસ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડી ખેલ ભાવના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં ગોળા ફેક,કબડ્ડી,ત્રીપગી દોડ, ક્રિકેટ, લીંબુ ચમચી, ડોજ બોલ,સો મીટર દોડ, દોરડા ખેંચ, સંગીત ખુરશી,શૂન્ય ચોકડી,ફુગ્ગા ફોડ,રિલે રન,રીંછ યુદ્ધ, બેલેન્સ રમત જેવી રમતો રમાડવામાં આવી હતી. શાળાના બધાજ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી ખુબજ ઉત્સાહભેર ભાગ લઇ આનંદ વ્યક્ત કર્યો હતો. આ રમતોત્સવનું સંચાલન શાળાના શિક્ષકો દીપકભાઈ ભુસારા અને સંદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સહ સંચાલક તરીકે શાળાના રમત ગમ્મતના મંત્રીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.આ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને Dr. Vimukh patel ના પરિવાર તરફથી ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. અંતે શાળાના બાળકો સાથે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી સરીતાબેન તથા શાળા પરિવારના સર્વ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં।
Average Rating