ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના કરવડ ગામે ધાડપાડુ ટોળકીને ગામ લોકોની મદદથી પકડી પાડતી વલસાડ પોલીસ।
ગત તા.૨૧/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રેના બે વાગ્યાની આસપાસ વલસાડ જીલ્લાના વાપી તાલુકાના કરવડ ગામના સરપંચશ્રી દેવેન્દ્રભાઇ લલ્લુભાઇ પટેલના ઘરે ધાડપાડુ ટોળકી લુંટ કરવાના ઇરાદે ત્રાટકેલી આ બાબતની જાણ ફરીયાદીને થતા ફરીયાદીએ ગામ લોકોને તેમજ ડુંગરા પોલીસને જાણ કરેલ. જે અંગેની જાણ વલસાડ જીલ્લાના મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલા સાહેબ નાઓને કરતા તેઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, બી.એન.દવે વાપી વિભાગ વાપીના નેતૃત્વમાં ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એસ.પી.ગોહિલ અને તેમની ટીમ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક કરવડ ગામે પહોચી ગયેલ અને ગામ લોકોની મદદથી ફરીયાદીના ઘરને પોલીસની ટીમોએ કોર્ડન કરી સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને પકડી પાડેલ અને આ કાર્યવાહી દરમ્યાન ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પણ થયેલ છે. જે બાબતેની ફરીયાદીશ્રી નાઓએ પોલીસ ફરીયાદ આપતા ડુંગરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૫૧૨૪૦૭૧૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૩૩, ૩૯૭, ૪૪૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.પી.ગોહીલ ડુંગરા પો.સ્ટે. નાઓએ હાથ ધરેલ.આ કામે ઘટના સ્થળેથી લુંટારૂઓ (૧) રણીયાભાઈ બીજીયાભાઇ મિનામાં રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ (૨) મેધુ વિરસિંહ મિનામા રહે. ગામ.મોટી ખરજ તા.જી.દાહોદ (૩) પરેશ ગુમા સંગાડા રહે. ગામ. ઇટાવા તા.જી.દાહોદ (૪) સુનિલ મેઘુભાઇ મિનામા રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ (૫) દિલીપ માનુભાઇ પારગી રહે. બાલવાસા તા.થાદલા જી.જામ્બુવા એમ.પી. નાઓને કોર્ડન કરી પકડી લેવામાં પોલીસને મોટી સફળતા મળેલ છે તેમજ બનાવ સ્થળ પરથી ફરાર અન્ય એક આરોપી હરમલ બચુભાઈ ગણાવ, રહે: નેલસુર, તા: ગરબાડા,જી: દાહોદ ને પણ ગણતરીના કલાકો માં પકડી લેવામાં આવેલ છે. આ પકડાયેલ તમામ આરોપીઓ દાહોદની કુખ્યાત ધાડપાડુ ટોળકીના સભ્યો છે તેમજ તેમના વિરુદ્ધમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે, આ તપાસ કાર્યવાહીમાં સ્થળ ઉપરથી પકડાયેલ આરોપીઓની પુછપરછ. દરમ્યાન જણાવેલ કે ફરીયાદીના ઘરમાં સોનુ તથા મોટી માત્રામાં રોકડ રકમ રાખેલ હોવાની ટીપ બાબુ વજીરભાઇ પટેલ રહે. આસમા, મોતીલા ફળીયા તા.પારડી જી.વલસાડ નાઓએ આપેલ હોવાની હકીકત જણાવેલ તેમજ આરોપી બાબુ વજીરભાઈ પટેલ નાઓએ આ આરોપીઓને વલસાડ ખાતે બોલાવી તેની અર્ટીગા કારમાં વલસાડ ખાતેથી બેસાડી કરવડ ગામે ફરીયાદીના ઘરથી થોડે દુર રસ્તા પર ઉતારી જતો રહેલ અને કામ પુરુ થયા બાદ ફોન કરી પાછા લેવા આવવા માટે તેઓને જણાવેલ.ત્યારબાદ આરોપી બાબુ વજીરભાઇ પટેલની ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ મારફતે શોધખોળ કરી તાબામાં લઇ પુછપરછ કરતા તેણે તેના મિત્ર પ્રદીપ પ્રેમચંદ રાઠોડ રહે. ફલેટ નંબર-જી/૪, મા રેસીડન્સી, કંચનનગર, છીરી, તા.વાપી જી.વલસાડ તથા કેતનભાઈ કીશોરભાઇ પટેલ રહે. બલીઠા, દાંડીવાડ, તા.વાપી જી.વલસાડ નાઓને આર્થિક લાભની લાલચ આપી લુંટ તેમજ ધાડ પાડવાના ઈરાદાથી તેઓને કોઇ મોટીમાત્રા મા રોકડ રકમ તેમજ સોનું રાખેલ હોય તેવા મકાનની માહિતિ આપવા જણાવેલ.જે અનુસંધાને આરોપી બાબુ વજીરભાઇ પટેલ, પ્રદીપ પ્રેમચંદ રાઠોડ તથા કેતનભાઇ કીશોરભાઇ પટેલ નાઓએ ભેગા મળી ફરીયાદીનુ રહેણાંક, આજુબાજુની જગ્યાની ડીસેમ્બર તેમજ જાન્યુઆરી મહિનામાં રેકી કરી ગુનાને અંજામ આપવાનુ કાવતરું ઘડેલ અને આ ત્રણ આરોપીઓએ સદર ગુનાના ફરીયાદીના રહેણાકના ઘરે સોનુ તથા મોટી માત્રામાં રોકડ રકમ રાખેલ હોવાની ટીપ આપી તેમજ ઘાડનુ પુર્વ રચિત કાવતરૂ રચી ફરીયાદીના ઘરે દાહોદ મધ્યપ્રદેશ બાજુની ધાડપાડુ ટોળકી મારફતે લુંટ કરવાનો પ્લાન બનાવેલો તેમ હકીકત જણાવેલ. આ પ્લાન મુજબ ગઈ તા:21/04/2024 ની રોજ ફરીયાદીના ઘરે ધાડપાડુ ટોળકી બોલાવી લુંટ તેમજ ધાડની કોશીશ કરી ગુનો આચરેલ તેમજ પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કરી ઈજા પહોંચાડેલ છે. ઉપરોક્ત તમામ આરોપીઓને તાબા હેઠળ લઈ આગળની ઉંડાણપૂર્વકની સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.
Average Rating