ભાજપા ભાષા ભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન।

Views: 199
2 0

Read Time:2 Minute, 19 Second

ભાજપા ભાષા ભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન।શીખ સમુદાયે “અબ કી બાર 400 પાર,હર બાર મોદી સરકાર”ના નારા લગાવ્યાતાજેતરમાં ભાજપા ભાષા ભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત શીખ સમાજ સંમેલનમાં ભાજપાના રાષ્ટ્રીયમંત્રી શ્રી મનજીન્દરસિંઘ સિરસા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પંજાબના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણી,શ્રી જસમેનસિંઘ નૌની,અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,પ્રદેશ કન્વીનર શ્રી અતુલભાઈ મિશ્રા,ભાજપ ગુજરાત પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિના શ્રી નરેન્દ્રસિંહ પુરોહિત,શ્રીમતી પરમજીત કૌર છાબડા અને સ્થાનિક બોર્ડના કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ભાજપા ભાષા ભાષી સેલ દ્વારા આયોજિત આ સંમેલનમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને મનજીન્દરસિંઘ સિરસાજીએ શીખ સમુદાય માટે મોદીજીએ કરેલા વિકાસશીલ કાર્યોનો ઉલ્લેખ કરીને મતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપ ભાષા ભાષી ગુજરાત રાજ્ય ચૂંટણી વ્યવસ્થા સમિતિ સભ્ય તેમજ શીખ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી પરમજીત કૌર છાબડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શીખ સમાજ અને વડાપ્રધાન મોદીજીના વિશેષ સંબંધ અને તેમની ભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો.સાથે-સાથે “અબ કી બાર 400 પાર- હર બાર મોદી સરકાર”ની સાથે સમાજના સૂત્ર સાથે મોદી સરકારને સમર્થન આપ્યું હતું.શ્રી રાજેન્દ્રસિંઘ જડાવરજીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like