પો. કમિ.શ્રી અમદાવાદ શહેર નાઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું।
વાસણા પો. સ્ટે.અમદાવાદ શહેર ના અ. પો. કો. શ્રી મનોજભાઈ વિનોદભાઈ નાઓ દ્વારા એક પરિવારના બે સભ્યોને નદીમાં સ્યુસાઇડ કરવા પડેલા તેઓને પોતાના જીવના જોખમે બચાવી સાહસ અને ફરજનિષ્ઠા દેખાડવા બદલ પો. કમિ.શ્રી અમદાવાદ શહેર નાઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.પ્રશંસાપત્ર આપવાનુ કારણ:- તેઓશ્રીને કંટ્રોલરૂમના મેસેજના આધારે જાણવા મળેલ કે ચાર વ્યક્તિઓનું પરિવાર આંબેડકર બ્રીજ ખાતેથી નદીમાં સુસાઈડ કરવા માટે પડેલ છે. જે મેસેજ આધારે સ્થળ પર પહોંચી ખાત્રી કરતાં ત્યાં હાજર માણસોએ બે વ્યક્તિને બચાવેલ અને બાકીના બે વ્યક્તિ ડુબી રહ્યા હતા તેમને બચાવવા સારૂ તેઓ તરત જ જીવના જોખમે સાબરમતી નદીના પાણીમાં પડી, ડુબતા બે વ્યકતિઓને બચાવેલ અને રીવરફ્રન્ટ પો.સ્ટે.ને સોંપેલ. તેઓની આ સાહસિકતા, ફરજનિષ્ઠા અને માનવતાસભર પ્રશંસનીય કામગીરી બદલ તેઓને આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે. ભવિષ્યમાં પણ તેઓની કામગીરી આવી જ ઉત્કૃષ્ટ અને સરાહનીય બની રહે તેવી શુભકામના પાઠવું છું।
Average Rating