વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં 10મા આંતર રાષ્ટ્રીય યોગા દિન ની ઊજવણી કરવામાં આવી।
યોગ પ્રત્યે સૌ જાગૃત બને વધુ માં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલી માં અપનાવે અે હેતુથી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ દેસાઈ ની આગેવાની હેઠળ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ, શાળા ના શિક્ષક ભાઈ બહેનો અને સમગ્ર વિદ્યાર્થી ગણો અે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે યોગ નુ મહત્વ સમજાવી જણાવ્યુ કે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે. યોગ દ્વારા જ સ્વાસ્થ્ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઇ શકે છે.સારુ સ્વાસ્થ્ય જ સંપૂર્ણ સુખો નો આધાર છે. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી।
Average Rating