7મી જુલાઈ સુધી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડશે।

Views: 201
1 0

Read Time:1 Minute, 28 Second

7મી જુલાઈ સુધી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડશે।રાજકોટ ડિવિઝન માં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શન માં નોન-ઇન્ટરલોકીંગ કામગીરી ના લીધે 29.06.2024 થી 08.07.2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 29.06.2024 થી 07.07.2024 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 30.06.2024 થી 08.07.2024 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like