કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં બેંકિંગ સેકટર માટે સેમીનાર યોજાયો।

Views: 361
1 0

Read Time:1 Minute, 53 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં બેંકિંગ સેકટર માટે સેમીનાર યોજાયો.વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીના વિઘાર્થીઓને યુનિવર્સિટીના અભ્યાસક્રમની સાથે દરેક ક્ષેત્રમાં પણ પોતાની કારકીર્દી બનાવી શકે તે હેતુથી “ How to be a Banker” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેમીનારના મુખ્ય સ્પીકર શ્રીમતી ભાવના માલી (SWO- A) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એ ભાગ લીધેલ ૧૨૫ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને બેંકિંગ ક્ષેત્રનું મહત્વ, બેંકિંગ ક્ષેત્રમાં રહેલી તકો અને ભવિષ્ય તેમજ બેંકની વિવિધ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી વગેરે ખુબ જ ઉંડાણથી સમજણ આપી હતી. આ સમગ્ર સેમીનારનું સંચાલન કો- ઓર્ડિનેટર મદદનીશ પ્રાધ્યાપક શ્રી દિપક સાંકી, ડો. યતીન વ્યાસ, ડો. ક્રિષ્ના રાજપૂત તેમજ શ્રી ભરત દિક્ષિત સાહેબે કર્યું હતું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે મુખ્ય વક્તા, વિઘાર્થીગણ તેમજ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી બેંકિંગ ક્ષેત્રમાં પણ વિઘાર્થીઓ ઉજવળ કારકિર્દી બનાવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like