મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ સંઘવી તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઉદ્યોગજગત અને સ્ટાર્ટ-અપ સાથે સંકળાયેલ અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ઉદ્યોગ સાહસિકતા સન્માન’ કાર્યક્રમ યોજાયો હતો।
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી અનેક પહેલોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. તેમણે ગુણવત્તા રથનો સંદર્ભ આપી દરેક ક્ષેત્રે વિશ્વફલક પર સ્પર્ધામાં ગુણવત્તાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરતા ગુજરાત બજેટ 2025-26ની સાથોસાથ ઔદ્યોગિક એકમોને ગ્રીન એનર્જી માટે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના આયોજનની રૂપરેખા આપવાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ દેશના GDPમાં ગુજરાતના યોગદાનને હાલના અંદાજે 8.3% થી વધારી વર્ષ 2030 સુધીમાં 10% સુધી પહોંચાડવા માટેની નેમ વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે DBT માધ્યમથી 8300થી વધુ ઉદ્યોગ સાહસિકોમાં ₹3600 કરોડથી વધુની પ્રોત્સાહન રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, GIDCના અંદાજિત ₹238 કરોડના ખર્ચે ભરૂચ, પોરબંદર, બનાસકાંઠા, સાણંદ અને કચ્છમાં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પસંદગી પામેલ ઉદ્યોગ સાહસિકોને Mining Lease ના મંજૂરી હુકમપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (CGTMSE) વચ્ચે ધિરાણ પ્રોત્સાહન માટે ₹25 કરોડનું કોર્પસ ફંડ માટેના MoU સંપન્ન થયા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્ટાર્ટ-અપ્સ અને નાના ઉદ્યોગકારો દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લઈ તેમના ઉદ્યોગો તેમજ ઉદ્યોગની સફળતામાં રાજ્ય સરકારની ભૂમિકા વિશે માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, રાજ્યના ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ, EQDC તથા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ગુણવત્તા યાત્રા’ અન્વયે ગુણવત્તા રથને ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા હેઠળ પ્રસ્થાન કરવામાં આવેલ રથ 50 દિવસ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઔદ્યોગિક એકમોની મુલાકાત કરી ગુણવત્તાના ધોરણો અંગે સમજ આપશે તેમજ MSME અને ઉદ્યોગ સાહસિકોને ગુણવત્તાના મહત્વ વિશે જાગૃત કરશે।
Average Rating