રાષ્ટ્રસેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે પ્રિસિપાલ બી.એન.જોષી ની વરણી કરાઈ।

Views: 396
1 0

Read Time:2 Minute, 46 Second

રાષ્ટ્રસેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે પ્રિસિપાલ બી.એન.જોષી ની વરણી કરાઈ* સુરત તાડવાડી મેરુલક્ષ્મી મંદિર ની સામે ગુર્જર ક્ષત્રિય સમાજ ની વાડી મા ગૌ શાળા ના લાભાર્થે યોજાનારી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની રામકથા અને અસાઢી નવરાત્રી અનુષ્ઠાન માટે આજે મિટિંગ યોજાઈ હતી જેમા વિનોદભાઇ જૈન,વિજયભાઈ ગોસ્વામી,ભાવેશભાઈ મુકેશભાઈ પટેલ, રોહિતભાઈ બિસ્કીટવાલા,અનિલભાઈ બિસ્કિટવાલા, ઘનશ્યામભાઈ રૂપારેલીયા,પાચાભાઈ વઘાસિયા,પ્રિન્સિપાલ કે.ટી.પટેલ,પ્રિન્સિપાલ બી.એન.જોષી, જીજ્ઞેશભાઈ પટેલ (સાઈ પૂજન),વસુમતીબેન મિસ્ત્રી, મહિલા ગાયત્રી પરિવાર,કૈલાશબેન ગૌસ્વામી, ગીતાબેન ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્ર સેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે કિલ્લા પારડી ના પ્રિન્સિપાલ બી.એન.જોષી ની નિમણૂક કરવામા આવી હતી જેમા વલસાડ,ડાંગ,નવસારી,તાપી, સુરત,ભરૂચ અને નર્મદા જિલ્લા નો સમાવેશ થાય છે, ” જીયેંગે તો રાષ્ટ્ર કે લિયે ઓર મરેગે તો ભી રાષ્ટ્ર કે લિયે” એ સૂત્ર પર આધારીત સ્થપાયેલી રાષ્ટ્ સેના સમગ્ર દક્ષિણ ગુજરાત મા પ્રિન્સિપાલ બી.એન.જોષી ના પ્રમુખપણા હેઠળ કારયાંવીત થાય છે.આજની સભા મા નવદીવસ નવચંડી યજ્ઞ ના યજમાનો નિયુક્ત કરવામા આવ્યા હતા.બાપુ નો ઉતારો કોટિયાક નગર ભાવેશભાઈ મુકેશભાઈ પટેલ ના નિવાસસ્થાને થી 30 તારીખે બપોરે 2 વાગ્યે પોથીયાત્રા પ્રસ્થાન થશે.તાડવાડી મા યોજાયેલી રામકથા ના આયોજન થી અડાજણ,રાંદેર,જહાંગીરપુરા,પાલનપુર પાટિયા,મોરા ભાગળ સહિત સમગ્ર સુરત પશ્ચિમ વિસ્તાર મા આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.આભારવિધિ ગીતાબેન ઇટાલિયા દ્વારા કરવામા આવી હતી.અલ્પાહાર સાથે આ મિટિંગ ને વિરામ અપાયો હતો.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like