કેબીએસ અને નટરાજ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા “ વિચાર ગોષ્ઠી અને ગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન થયું।
ચણોદ કોલોનિ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીના એનએસએસ યુનિટ દ્વારા 22 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના અવસરે “ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને ગુરૂનું મહત્વ” અંતર્ગત વિચાર ગોષ્ઠી અને ગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ વી. પટેલ હાજર રહ્યા હતા , જેમણે શિક્ષક-વિદ્યાર્થી સંબંધોની ભારતની સમૃદ્ધ પરંપરા વિશે છટાદાર રીતે વાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સંવર્ધન કરવામાં શિક્ષકોની અમૂલ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ઉપસ્થિતોને હંમેશા તેમના શિક્ષકોનું સન્માન કરવા પ્રેરિત કર્યા. તેમજ હાજર રહેલ તમામ ગુરૂઓનું NSS યુનિટના સ્વયં સેવકો દ્વારા પૂષ્પગુચ્છ તથા શુભેચ્છા કાર્ડ આપીને અભિવાદન કર્યુ હતું. કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે આ સાર્થક કાર્યક્રમનું આયોજન કરવા બદલ કૉલેજના NSS યુનિટ નાં પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ અને સમગ્ર NSS યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી।
Average Rating