વાપી ટાઉન પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ૦.૩૧૪ કિલોગ્રામના ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી NDPS એકટ-૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી.વલસાડ।

વાપી ટાઉન પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ૦.૩૧૪ કિલોગ્રામના ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી NDPS એકટ-૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી.વલસાડ।
Views: 190
1 0

Read Time:5 Minute, 21 Second

વાપી ટાઉન પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ૦.૩૧૪ કિલોગ્રામના ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી NDPS એકટ-૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી.વલસાડ।મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ વલસાડ જિલ્લામાં ચરસ, ગાંજો, અફીણ, એમ.ડી. ડ્રગ્સ જેવા ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા તેમજ હેરાફેરી કરતા ઇસમો, પેડલરો ઉપર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા તથા સંડોવાયેલા ઇસમો વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરી માદક પદાર્થોના ગેરકાયદેસરના વેચાણની બદીને જડમુળથી નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.યુ.રોઝ, એસ.ઓ.જી.વલસાડ (કેમ્પ.વાપી) નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.વલસાડના પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.વલસાડના પો.કો. રીતેશકુમાર ચીમનભાઇ તથા પો.કો નવિનકુમાર સુભાષચન્દ્ર નાઓને સંયુકત રાહે મળેલ બાતમી હકીકત આધારે મોજે. વાપી ટાઉન, નામધા રોડ, અનાવિલ હોલની સામે, તા.વાપી, જિ.વલસાડ ખાતેથી આરોપીઓ (૧) દિપક ઉર્ફે લંગડા S/O ભરત જયસ્વાલ ઉ.વ.૨૯, રહેવાસી. વાપી ટાઉન, જનસેવા હોસ્પિટલ રોડની પાછળ, અલકાપુરી સોસાયટી, સુર્યદિપ બંગલોની પાછળ, તા.વાપી, જી.વલસાડ મુળ રહે. પકડીબજાર ગામ, તા.જી.દેવરીયા, ઉત્તરપ્રદેશ (૨) મનિષ ઉર્ફે ચીન્નુ ઉર્ફે બાબુ રામાશંકર તિવારી, ઉ.વ.૨૫, રહેવાસી. વાપી ટાઉન, નામધા રોડ, લીલા ટાવરની બાજુમાં, મનોહરભાઇ પાસવાનની ચાલમાં, તા.વાપી, જી.વલસાડ મુળ રહે. સાસારામ ગામ, થાના. અગ્રહેર, તા.જી.રોહતાસ, બિહાર નાઓના કબજા, ભોગવટાની મારૂતી સુજુકી સ્વીફટ વી.ડી.આઇ કાર રજીસ્ટ્રેશન નં.DN-09-K-2951 કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- નીમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કુલ્લે ૦.૩૧૪ કિલો ગ્રામ કિ.રૂા. ૧૨,૮૭,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂા.૧૦,૦૦૦/- તથા આર.સી.બુક મળી કુલ્લે કિંમત રૂપીયા ૧૭,૯૭,૪૦૦/- ની મત્તાના નાર્કોટીક્સ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ અને મજકુર પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં NDPS એકટ – ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), ૨૯ મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓના નામ સરનામા :-(૧) દિપક ઉર્ફે લંગડા S/O ભરત જયસ્વાલ ઉ.વ.૨૯, રહેવાસી. વાપી ટાઉન, જનસેવા હોસ્પિટલ રોડની પાછળ, અલકાપુરી સોસાયટી, સુર્યદિપ બંગલોની પાછળ, તા.વાપી, જી.વલસાડ મુળ રહે. પકડીબજાર ગામ, તા.જી.દેવરીયા, ઉત્તરપ્રદેશ(૨) મનિષ ઉર્ફે ચીન્નુ ઉર્ફે બાબુ રામાશંકર તિવારી, ઉ.વ.૨૫, રહેવાસી. વાપી ટાઉન, નામધા રોડ, લીલા ટાવરની બાજુમાં, મનોહરભાઇ પાસવાનની ચાલમાં, તા.વાપી, જી.વલસાડ મુળ રહે. સાસારામ ગામ, થાના અગ્રહેર, તા.જી.રોહતાસ, બિહારકબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન ૦.૩૧૪ કિલોગ્રામ કિ.રૂા. ૧૨,૮૭,૪૦૦/-મોબાઇલ ફોન નંગ – ૦૨ કિ.રૂા. ૧૦,૦૦૦/-મારૂતી સુજુકી સ્વીફટ વી.ડી.આઇ કાર રજીસ્ટ્રેશન નં.DN-09-K-2951 કિ.રૂા. ૫,૦૦,000/-કુલ્લે કિંમત રૂપીયા ૧૭,૯૭,૪૦૦/-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-સદર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.યુ.રોઝ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.આર.સુસલાદે તથા એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા અ.હે.કો દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા આ.હે.કો અરશદભાઇ યુસુફભાઇ તથા અ.પો.કો રીતેશભાઇ ચીમનભાઇ તથા આ.પો.કો નવિનકુમાર સુભાષચન્દ્ર તથા ડ્રા.હે.કો. સુનિલકુમાર સુરેશચન્દ્ર તથા ડ્રા.હે.કો. રમેશભાઇ ભગુભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like