વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।

લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કુલ સરીગામ દ્વારા આંતર શાળા FUTUREPRENEURS -2025 , Where young minds pitch bold ideas (Concept શાર્ક ટેન્ક થી પ્રેરિત થઈ)પ્રતિયોગિતાનુ આયોજન કર્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ Innovative solutions for a sustainable future વિષય ઉપર આકર્ષક બિઝનેસ આઈડિયા પ્રદર્શિત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી અને રોકડ ₹5000/-નો પુરસ્કાર પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. પ્રતિયોગિતામા ભાગ લેનાર વિદ્યાર્થીઓ અનુક્રમે વેદાન્ત દામા અને જયોતિ શેખાવત ધોરણ બાર, કાજલ તિવારી ધોરણ દસ અને સુશીલ નિશાદ ધોરણ નવ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકો શ્રી અર્જુન મત્તાથીલ અને શ્રીજા પિલ્લાઈ ને શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીનીપૌલે શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating