વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા નાના ભૂલકાઓ માટે રૈનબો-2025 અંતર્ગત રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું ।
પ્લેગૃપ થી ધોરણ બીજા સુધી ના નાના ભૂલકાઓ માટે શાળા મા રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રેસિડેન્ટ, એન આર જી સપ્લાય આઈ એન સી (યુએસએ) શ્રી રાહુલ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે દર્શન સોની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ એલુમ્ની એસોસિયેશન ઉપસ્થિત રહ્યાં હતા તેમજ નિખિલ શેટ્ટી (પ્રેસિડેન્ટ એલ જી હરિઆ એલુમ્ની એસોસિયેશન) અને પ્રિયાંક દેસાઈ (સેક્રેટરી, એલુમ્ની એસોસિયેશન એલ જી હરિઆ) પોતાનો કિમતી સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. શાળા ના એસ એમ સી મેમ્બર શ્રી રાજેન્દર સીંગ મારવાહ અને શ્રીમતી વાની આર કે પણ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવ નો શુભારંભ પધારેલ અતિથી વિશેષ ના હસ્તે શાળા નો ધ્વજ લહેરાવી હવા મા ફુગ્ગા ઉડાડી કરવામાં આવ્યો. શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા આમંત્રિત મહેમાનો ને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્વારા પ્રાર્થના તેમજ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. રમતોત્સવ મા વિવિધ રમતો જેવી કે ઓબ્સટેકલ રેસ, કેરી એન્ડ કોન્કવેર, લૂપ લીપ, લિફટ-ગ્રેબ એન્ડ સ્કોર, ચેક ધ કોમ્પેટિબીલીટી, સેક એન્ડ સીડ જેવી રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો બાળકો સાથે તેમના વાલીઓ માટે પણ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો. પધારેલ અતિથી વિશેષ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકો ને જીવન મા રમત-ગમત નુ મહત્વ સમજાવ્યું. વિજેતા બાળકો તેમજ વિજેતા વાલીઓને પધારેલ અતિથી વિશેષ ના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. આચાર્યા શ્રીમતી બીની પૌલે રમતોત્સવ ની સફળતા બદલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની ટીમને અભિનંદન પાઠવ્યા.અંતે રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી।
Average Rating