કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજની જુડો ટીમ ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં ઝળકી।

Views: 282
2 0

Read Time:2 Minute, 7 Second

ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીની જુડો ટીમે 12 ઓગસ્ટ નાં રોજ સુરતની નવયુગ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ જુડો (મેન) ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલેજના એથ્લેટ્સે વિવિધ વજન કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને મેડલની એક પ્રભાવશાળીસંખ્યા પ્રાપ્ત કરી હતી. કૉલેજના મેડલ વિજેતાઓ આ પ્રમાણે છે1. बिडी प्रभति, T.Y.B.Com. -(ગોલ્ડ મેડલ) * 2. હાર્દિક પટેલ, T.Y.B.Com. – (સિલ્વર મેડલ) * ૩. આશિષ સિંધ, S.Y.B.C.A. – (સિલ્વર મેડલ) * 4.ફર્નાન્ડિસ, S.Y.B.Com. – (સિલ્વર મેડલ) 5. ઉષ્માન ચૌધરી, FY.B.Com. – (સિલ્વર મેડલ) 6. રાજેન્દ્ર યાદવ,શેલ્ડન S.Y.B.Com.- (બ્રોન્ઝ મેડલ) આ ઉત્કૃષ્ટ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત અને સમર્પણનું પ્રમાણ છે, આ વિદ્યાર્થીઓનેમાર્ગદર્શન કોલેજ નાં શારીરિક શિક્ષણનાં અધ્યાપક ડૉ. મયુર પટેલ અને રોહિત સિંહના દ્વારા આપવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સિપાલ ડો . પૂનમ બી. ચૌહાણ એ ખેલાડીઓ અને તેમના કોચની અવિરત પ્રયાસ અને પ્રતિબદ્ધતાને સ્વીકારીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. જુડો ટીમની સફળતાએ કોલેજને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે અને અન્યવિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ બંનેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like