વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં જન્માષ્ટમી મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી।
જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના પ્રિ-પ્રાયમરી વિભાગના શિક્ષકો દ્વારા નાના ભૂલકાઓ અને અેમના પેરેન્ટ માટે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ કાન્હા ની મંગલમય આરતી દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી સૌને જન્માષ્ટમી પર્વ ની શુભેચ્છા પાઠવી. ત્યારબાદ બાળકો અને એમના મમ્મીઓ માટે ‘સુપર મોમ ‘ પ્રતિયોગિતા અંતર્ગત વાર્તા રજૂ કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ મમ્મીઓ અને બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં વિજેતા મમ્મીઓ ને શાળા દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેને નિહાળી બાળકો ના વાલીઓ આનંદિત થઇ ગયા. અંતે નર્સરી ના બાળકો દ્વારા મટકી ફોડી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।
Average Rating