વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ મેળવેલ સિદ્ધિ।
પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા “ડાન્સ મેનિઆ”અંતર્ગત ડાન્સ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતા માં શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના બાળકો દ્વારા નારી શક્તિ ને ઉજાગર કરતુ લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ધોરણ નવ ની વિદ્યાર્થીની ઓ શ્રેયા પાટીલ, દૃષ્ટિ બારહટે અને ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની ઓ અનુક્રમે અંશિકા મિશ્રા, પૂજા બિશ્નોઈ, પ્રાચી ઝા, જાન્વી ભાટકર, નૂપુર બેરા, ચૈતન્ય રૈયા, શ્રેયા નાયર, અભિનયા અનિલ કુમાર, અક્ષયા સસી, પ્રિયા ઉપાધ્યાય એ ભાગ લઇ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીનીઓ તેમજ તેમની માર્ગદર્શક શિક્ષિકાઓ શ્રીમતી પૂનમ નારખેડે અને અભિલા સુજન ને અભિનંદન પાઠવ્યા।
Average Rating