વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
લાયન્સ સ્કુલ સેલવાસ દ્વારા આંતર સ્કુલ વકતૃત્વ, ડિબેટ અને એક્સટેમ્પર સ્પીચ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી અને સેલવાસ ની 16 (સોળ) જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતા નુ આયોજન ચાર વિભાગ મા કરવામાં આવ્યું હતું અને ચારેય વિભાગ મા વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ જીત હાંસલ કરી છે. જેમાં ધોરણ અગિયાર નો વિદ્યાર્થી રિગ્વેદ મિશ્રા એ એક્સટેમ્પર સ્પીચ પ્રતિયોગિતામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ધોરણ દસ ની વિદ્યાર્થીની મોનિકા શર્મા ડિબેટ પ્રતિયોગિતા (પક્ષ) મા પ્રથમ સ્થાન જયારે ધોરણ દસ ની વિદ્યાર્થીની ખુશી કુમારીએ ડિબેટ (અપક્ષ) માટે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ આઠ ની વિદ્યાર્થીની સત્યા ચૌબે અે અાશ્વાસન ઈનામ પ્રાપ્ત કર્યું છે અને કાવ્ય પઠન પ્રતિયોગિતામા ધોરણ ચાર ની વિદ્યાર્થીની પરિધી પાટીલે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા।
Average Rating