વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાએ ઝળકી।
સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લા કક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ની ઘણી બધી શાળા ઓ એ ભાગ લીધો હતો. અને આ ટુર્નામેન્ટમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની ધોરણ બાર ની વિદ્યાર્થીની હર્ષિતા ચૌધરી વિજેતા રહી રાજ્ય કક્ષાએ પસંદગી પામી શાળા નુ નામ રોશન કર્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને અેમના માર્ગદર્શક શારિરીક શિક્ષણ ના શિક્ષક શ્રી વિપુલ સંજાણા ને અભિનંદન પાઠવ્યા।
Average Rating