આજે અમે ઓશવાળ યુથ ટુડે એન્ડ ટુમોરોમાં એવા વ્યકિત વિશેષ નો પરિચય કરાવવા જઈ રહયા છીએ કે જેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. આ વ્યકિત એટલે બીજું કોઈ નહિં પરંતુ શ્રી ગોઈજ (જી. જામનગર) નાં રહેવાસી શ્રી શાહ હંસરાજ કચરા।

Views: 402
1 0

Read Time:12 Minute, 40 Second

શાહ હંસરાજ કચરા ગામ – ગોઈજઆલેખન : શ્રીમતી કમળાબેન કાંતિલાલ હરિઆઆજે અમે ઓશવાળ યુથ ટુડે એન્ડ ટુમોરોમાં એવા વ્યકિત વિશેષ નો પરિચય કરાવવા જઈ રહયા છીએ કે જેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. આ વ્યકિત એટલે બીજું કોઈ નહિં પરંતુ શ્રી ગોઈજ (જી. જામનગર) નાં રહેવાસી શ્રી શાહ હંસરાજ કચરા।આલેખન : શ્રીમતી કમળાબેન કાંતિલાલ હરિઆઆજે અમે ઓશવાળ યુથ ટુડે એન્ડ ટુમોરોમાં એવા વ્યકિત વિશેષ નો પરિચય કરાવવા જઈ રહયા છીએ કે જેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. આ વ્યકિત એટલે બીજું કોઈ નહિં પરંતુ શ્રી ગોઈજ (જી. જામનગર) નાં રહેવાસી શ્રી શાહ હંસરાજ કચરા.શાહ હંસરાજ કચરા જેના વ્યકિતત્વનું વર્ણન શબ્દોમાં શકય નથી. તેઓ પ્રખર બુધ્ધિશાળી અને ઉંચા વિચારો ધરાવતા વ્યકિતહતા. તેમની જીંદગીમાં તેમણે ઘણા લોકોપયોગી કામો કર્યા હતા. ક્યારેય પણ કોઈને જરૂર પડયે તેઓ હંમેશા હાજર રહેતા. અમારા કુટુંબમાં એમનું સ્થાન ઘેઘુર વડલા સમાન જેની શીતળ છાયાનો લાભ બધાને મળતો એમના પ્રભાવશાળી વ્યકિતત્વનું પાસું એટલે તેમની ”પાઘડી” જેનો જોટો કયાંય ન જડે ગામનું પંચ એમની હાજરી વગર સુનુ લાગે.હું તેમનું છેલ્લું સંતાન. અમે બધા તેમને લાડથી “અદા’ કહીને બોલાવતા. અદાની અદાલત સવારના પહોરમાં ચાની ચુસકી સાથે ચાલુ થઈ જતી ગામમાં કોઈ ભાઈ—ભાઈનો ઝગડો હોય કે સાસુ—વહુ નો કજીયો હોય કે પછી આજુબાજુના સેઢા માટે નો મતભેદ હોય વગેરે. … અદા બધાયની વાત શાંતિથી સાંભળતા અને વિચાર કરીને ઉકેલ શોધી કાઢતા. જેથી બંન્ને પક્ષે આનંદ થતો. અદાની હયાતીમાં ગામલોકોને કયારેય અદાલતમાં જવું નહોતું પડયું, બારાડી પંથકમાં એમની ભારે આણ, એકલા અટુલા કોઈ મુસાફરને રાત્રિના સમયે જોખમ સાથે લઈ જવું—આવવું હોય તો તેઓ તરત કહી દે કે અમે તો હંસરાજ શેઠના મહેમાન છીએ. અમે ભલે તેમને અદા કહીને બોલાવતા પરંતુ ગામવાસીઓએ એમને શેઠનું બીરુદ આપેલ હતું. એમનો સ્વભાવ પણ એવોજ ખેલદીલ હતો. રસ્તામાં સાપ પડયો હોય તો કહેશે ભાઈબંધ એક બાજુ થઈજા નહીંતર કચરાઈ જઈશ સાપને પણ ભાઈબંધ કે ભેરુ કહીને બોલાવનારનું કાળજુ ખરેખર ભડ હોય. આ તો થઈ એમની ઓળખ.એક વખતની વાત છે. ગોઈજની બાજુમાં સલાયા શહેર આવેલું છે. આમતો એ એક બંદર (પોર્ટ) તરીકે પ્રખ્યાત છે. એક વખત બારાડી પંથકના બે ચોર પકડાયા અને સલાયા જેલની કોટડીમાં હાથકડી પહેરાવીને રાખવામાં આવ્યા. આરોપીઓના સગાવ્હાલા અદાને મળવા આવ્યા અને વિનંતી કરી છોડાવવા માટે અદાએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને આરોપીઓને લઈને ગોઈજ લાવવા માટે જણાવ્યું. અદાને બેસવાની એક ખાસ જગ્યા હતી. જેને અમે બેઠક તરીકે ઓળખતા. અદાના ફોન કર્યાના અડધા કલાકમાંજ પોલીસ મારતી જીપે બંન્ને આરોપીઓ ને લઈને આવી પહોંચી (સલાયા થી ગોઈજ ફકત ત્રણ કિ.મી.નું જ અંતર છે).પોલીસ આરોપીઓ સાથે બેઠકખંડમાં ગોઠવાયા. અદાએ શરૂઆત કરી કે આ ભાઈઓ (આરોપીઓ)ની હાથકડી ખોલી નાખો પોલીસ ઓફીસરો અચકાયા કારણ આરોપીઓ ખૂંખાર હતા પરંતુ અદાએ કહ્યું કે હવે તેઓ મારી જવાબદારી છે. એટલે તેમણે આરોપીઓની હાથકડી ખોલી નાખી અને મુકત કર્યા. જેવા તેઓ મુકત થયા કે તરતજ તેમણે બંન્ને હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં અદાને નમન કર્યું અને ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો. અદાએ તેમને ફરીથી એવું ન કરવાની સલાહ આપી જવા દીધા ત્યારબાદ દરેકને ચા-પાણી પીવડાવ્યા અને આ પ્રકરણ અહીંજ પુરૂં થયું.હાલાર સમાજમાં પણ તેમનું યોગદાન નોંધનીય રહયું છે. આપણા બાવન ગામના ટ્રસ્ટીગણમાં તેમનું સ્થાન હતું મોતીચંદભાઈ ગોસરાણીના જણાવ્યા મુજબ ૧૯૫૮માં બોર્ડીંગમાં નાટક અને કસરતના દાવ (માર્શલ આર્ટ)ની હરીફાઈ હતી. જેમાં તેમણે ભાગ લીધો હતો. તેઓ અને તેમની ટીમે મેદાનમાં ઉતરતા પહેલા બધાએ અદાના આશિર્વાદ લીધા ત્યારે ત્યાં બીજા ટ્રસ્ટી પણ હાજર હતા શ્રીમાન ખીમજી રામજી તથા શ્રીમાન રાયચંદ કાલીદાસ પારેખ અને અન્ય ની હાજરી હતી. બધા કહેવા માંડયા તમે ફકત એમનેજ કેમ પગે લાગ્યા ત્યારે બધાએ ઉત્તર આપ્યો કે તેઓ ગામડામાંથી આવે છે છતા અમારી વાતો સાંભળે છે અને અમને અમારી જરૂરિયાત મુજબ ગોઠવણ કરી આપે છે. આ સિવાય એક વખત નાના માંઢા ગામમાં નાત।

જમણ હતું અને થોડાક લોકો બાકી હતા ને જમવાનું ખૂટી પડયું ત્યારે અદાએ ધરપત આપી કે કોઈ ચિંતા કરશો નહિં તેમણે પોતાની કોઠાસુઝ વાપરી અને તરતજ લાપસી અને વઘારીયાનું જમણ બનાવરાવ્યું. જેથી નાત જમણ સચવાઈ ગયું.યોગાનુયોગ આપણા હાલાર સમાજની વાડી પણ એમનાથીજ શરૂ થઈ. વાત એમ છે કે તેઓ જયારે પણ ગોઈજથી જામનગર વ્યાપાર કરવા જતાં હતાં તો એ સમયે જામનગર પહોંચતા સહેજેય ત્રણથી ચાર કલાક થઈ જતા ત્યારે હંમેશા આપણા હાલારી ભાઈ (નામ યાદ નથી) રાસંગપરવાળાની દુકાને જતાં ત્યાં ચા-પાણી પી ને પછી ગ્રેઈન માર્કેટમાં વ્યાપાર કરવા જતા. હવે એક દિવસ એવું બન્યું કે અદા અને તેમના ગોઠીયા લાધાભાઈ અને હરગણભાઈ સાથે ગયા ત્યારે કોઈ કારણસર રાસંગપર વાળા ભાઈની દુકાન બંધ હતી. તેથી બાજુમાં વાણીયાભાઈ ની દુકાને પાણી પીવા રોકાયા અને પાણી માગ્યું. એટલે દુકાનના વાણોતરે કહયું કે ‘ખોબો ધરીને પીવો’ તો અદા કહે ખોબો નહીં અમને ગ્લાસમાં પાણી આપો તો વાણોતર કહે ગ્લાસમાં પાણી નહિ મળે, તો અદા કહે તારા શેઠને બોલાવ. ત્યાં તો શેઠ આવ્યા ને એમણે પણ એમજ કહ્યું કે પાણી પીવું હોય તો ‘ખોબો ધરીને પીવો ગ્લાસ નહિ મળે’ આ સાંભળીને અદાનું સ્વમાન ઘવાયું. તેઓ પાણી પીધા વગરજ ત્યાંથી નીકળી ગયા અને સીધા ગ્રેઈન માર્કેટમાં આવ્યા. ત્યાં ના આપણા મહાજન શેઠીયાએ આવકાર આપતા કહ્યું આવો આવો ચા – પાણી પીઓ. ત્યારે અદા બોલ્યા આજે તો ચા પણ નહિ અને પાણી પણ નહિં અત્યારે અને અત્યારે ગામડેથી આવતાં આપણા મહાજનભાઈઓ માટે બેસવાની એક જગ્યા નક્કી કરો. અને એ જ દિવસે બધાએ સાથે મળી જગ્યા નક્કી કરી જે આજે પણ ખંભાળીયા નાકાની બહાર જુની મહાજનવાડી તરીકે ઓળખાય છે. ત્યારબાદ બધાએ ત્યાં સાથે બેસીને ચા-પાણી પીધા આમ એક ગ્લાસમાં પાણી ન મળવાથી ઈતિહાસ રચાયો અને મહાજનવાડીની શરૂઆત થઈ. આજે તો ખંભાળીયા, જામનગર વાપી, ભિવંડી, મુંબઈ, બેંગ્લોર, કેન્યા, લંડન બધી જગ્યાએ આપણી વાડી છે. અને સારે—નરસે પ્રસંગે લોકો તેનો ઉપયોગ કરે છે.ગોઈજ ગામનું દહેરાસર તથા ઉપાશ્રય બનાવવામાં પણ તેમનો સિંહફાળો રહયો છે. આવાતો ઘણા નાના-મોટા સામાજીક કાર્યો તેમણે કર્યા હતા. ગોઈજ ગામે અદાએ ખેડૂત તરીકે પોતાની કારર્કિદીની શરૂઆત કરી, આગળ જતા નસીબે યારી આપીને વ્યાપારી બન્યા, ને ત્યારબાદ ‘નગરશેઠ’નું બિરૂદ પામ્યા. લોકોમાં તેઓ ‘હંસરાજ શેઠ’ તરીકે ઓળખાયા અદા ગાંધીવાદ અને સાદગીમાં માનનારા હતા. જીવનભર તેમણે ખાદીનાજ કપડા પહેર્યા. લગ્ન હોય કે સગપણ નાતરું હોય કે ઉઠમણું તેમનો પહેરવેશ હંમેશા એકજ કલરમાં હોય સફેદ પાઘડી, ખમીસ અને ચોરણો.અદાએ સમાજને આપેલ સેવાઓઃશ્રી ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના ટ્રસ્ટી તરીકે હતા, ઘણા વરસો સુધી કારોબારી સભ્ય હતા, તેમજ આપણા મહાજનના બાવન ગામના પ્રમુખ તરીકે સેવાઓ આપેલ છે. તદ્દઉપરાંત ગોઈજ ગામના સરપંચ તરીકે ૩૫ વર્ષ સુધી માનદ સેવા આપેલ.તેમના સત્કાર્યોમાં વધારે જણાવું તો ગોઈજ ગામ અને બારાડી પંથકના ગામોને ખંભાળીયા અને સલાયાનો સંપર્ક કરવા ખૂબ લાંબો રસ્તો લેવો પડતો હતો. ગોઈજ થી સલાયા ફકત ૩ કી.મી. નું અંતર છે પરંતુ એક બાજુ ઘી નદી આવેલ છે અને બીજી તરફ અરબી સમુદ્ર આવેલ છે. એટલે ભરતીના સમયે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હતી. અદાને વિચાર આવ્યો કે સલાયા અને ગોઈજ વચ્ચે એક પાળો (પુલ) બંધાવી દઈએ તો લોકોને રાહત મળે. તે સમયના કેન્દ્રિય મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ જયારે અદાને મળવા આવ્યા અને આવનારી ચુંટણી માટેની વાત કરી તો અદાએ તક ઝડપી લીધી અને જણાવ્યું કે અમો તમારી વિનંતી માન્ય રાખીશું પરંતુ તમારે અમારા ગામ માટે એક રેકલેમેશન પાળો (પુલ) એટલે કે નદી તેમજ સમુદ્રના વચ્ચે કોઝવે બાંધી આપવો પડશે. તો ગામલોકોની હાલાકી ઓછી થાય. મંત્રીશ્રીએ એમને વચન આપ્યું. આથી એકમેકને આપેલ વચનાનુસાર બંન્નેએ પોતપોતાના વચન પાળ્યા. અદાએ ગામમાં તથા બારાડી પંથકમાં હાકલ પાડી બધાને મતદાન કરવા સમજાવ્યા. અને હિતેન્દ્રભાઈને જીત અપાવી. તો આ બાજુ હિતેન્દ્રભાઈએ પણ તેમનું વચન પાળ્યું અને કોઝવે (પુલ) બંધાવી આપ્યો. જે આજે પણ બારાડી પંથકના લોકો તેનો સારો એવો ઉપયોગ કરે છે.ગામલોકોએ તેમની સેવાઓને બિરદાવવા તેમનુ ઋણ ચુકવવા તેમની પ્રતિમા બેસાડી હતી હાલમાં તેને સ્થળાંતર કરવાની જરૂર જણાતા ૬, જુન, ૨૦૨૩ના સ્થળાંતર કર્યું ત્યારે ગામના સરપંચ ના હાથે તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા અને તેમના અમે વંશજ (થોડા) હાજરી આપેલ. એ માટે મારા કઝીન ભુપેન્દ્ર સુમરિયાએ અદાની પ્રતિમા સ્થળાંતર કરવાની।

આગેવાની લીધી. ગામવાસીઓ ની મંજુરી મેળવી તેમને સાથે રાખીને ૬ જુન, ૨૦૨૩ ના સ્થળાંતર કર્યું જયાં ગામના ચાર રસ્તા ભેગા મળે છે ત્યાં પંદર ફુટ ઉંચાઈ પર પ્રતિમા ગોઠવી છે.આવા અમારા શેરદિલ અદાની એક નબળાઈ એ હતી કે સ્વજનો ને કોઈપણ જાતની તકલીફ પડે તો તેઓ સહન નહોતા કરી શકતા. તેમના માટે આકાશ-પાતાળ એક કરી ઉકેલ લાવવા તત્પર રહેતા. ઉપરથી કઠણ પણ અંદરથી ઋજુ હૃદયના માનવી હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like