આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપીમા 25માં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી।

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા તા. 01/02/2025 ના રોજ 25માં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમ્યાન કરેલ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અર્થે આયોજિત થયો હતો. કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે આદરણીયશ્રી કનુભાઈ દેસાઇ ( નાણા, ઉર્જા, પેટ્રોકેમિક્લ્સ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી-ગુજરાત સરકાર) અને વાપી મ્યુનિસિપાલટી કમિશનર અને ડી. જી. વી. સી. એલ ના મેનેજીંગ ડાયરેક્ટર IAS યોગેશભાઈ ચૌધરી , વાપી નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી. યોગેશભાઈ કાબરીયા, વી. આઈ.એ પ્રેસિડેન્ટ શ્રી. સતિષભાઈ પટેલ, માધ્યમિક શાળાના આચાર્યો તથા અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો શુભારંભ સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવ્યો હતો .ત્યાર બાદ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા કમલ દેસાઈ સર દ્વારા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ દ્વારા કોલેજનો વાર્ષિક અહેવાલ રજુ થયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઇ હતી. જેમાં, કચ્છની સંસ્કૃતિ ઉપર આધારિત ગરબો, આદિવાસી નૃત્ય, મહાકુંભ આધારિત શિવ સ્તુતિ , દેશભક્તિ આધારિત પિરામિડ અને વેસ્ટર્ન ડાન્સ ની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી .કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન પ્રાધ્યાપકો અને વિદ્યાર્થિઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કોલેજ પરિવારે આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસનાં 25મા રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે વાપી વિસ્તાર ની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આર. કે. દેસાઈ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમા નોટબુક વિતરણદ્વારા વાપી ના આદિવાસી વિસ્તાર માં શિક્ષણને સર્વવ્યાપી બનાવવા નો શુભ લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો જેની પરિપૂર્તિ અર્થે કોલેજ પરિવાર દ્વારા તૈયાર થયેલ નોટબુકનું અનાવરણ મહેમાનશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.પ્રસ્તુત કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , વાલીઓ, શિક્ષકો તથા આર.કે.દેસાઈ કોલેજના પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ ,કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ , આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ, ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી, ઇન્ચાર્જ આચાર્ય પ્રો. સુરભી ચૌધરીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા।