મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયના ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું।

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ખાતે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા.કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયના ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિરાસત ભી, વિકાસ ભી’ ના મંત્રને સિદ્ધ કરવા ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની નેમ દર્શાવી હતી તેમજ આ ઐતિહાસિક શાળાના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।