નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં કે.બી.એસ. એન્ડ્રુ નટરાજ કોલેજના N.S.S. ના વિધાર્થીની પસંદગી થઈ।

નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં કે.બી.એસ. એન્ડ્રુ નટરાજ કોલેજના N.S.S. ના વિધાર્થીની પસંદગી થઈ।
Views 88

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ્ર નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી અંતર્ગત (NSS) રાષ્ટ્રીય સેવા યોજના નો યુનિટ કાર્યરત છે. આ યોજનામાં ભાગ લેનાર દરેક સ્વયંસેવકો સેવા ભાવથી વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસની સેવામાં ભાગ લેતા હોય છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ઓમ ચૌઘરી, એક સમર્પિત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) સ્વયંસેવક, નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભારત સરકારના યુવા કલ્યાણ અને રમત ગમત મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ૭૬માં ગણતંત્ર દિનની ઉજવણીમાં ભાગ લેવા, અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત આમંત્રણ સ્વયંસેવકોના યોગદાન અને સમાજ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર દેખાવ દર્શાવે છે. ભારતના સમૃદ્ધ ઈતિહાસમાં દુનિયાના સૌથી મોટા બંધારણના અમલ પર ૭૬માં ગણતંત્ર દિનની ઉજવણી રાષ્ટ્રીય ગૌરવનું ભવ્ય પ્રદર્શન હતું. ગુજરાતની વિવિધ યુનીવર્સીટીઓમાંથી કુલ ૧૨ સ્વયંસેવકો આમંત્રિત હતા જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીમાંથી ફક્ત સદર કોલેજના સ્વયંસેવકની પસંદગી થતા કોલેજ પરિવારમાં આનંદની અને ગૌરવની લાગણી અનુભવી હતી. N.S.S. યુનિટની દરેક સેવાકીય પ્રવૃતિઓનું સંચાલન તેમજ માર્ગદર્શન અને સ્વયંસેવકોની પસંદગી N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લઈ સમગ્ર યુનીવર્સીટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ ટ્રસ્ટ્રીગણે વિદ્યાર્થીનો અભાર માની ભવિષ્યમાં પણ દેશની સેવામાં ભાગીદાર બની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
33 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
33 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં કે.બી.એસ. એન્ડ્રુ નટરાજ કોલેજના N.S.S. ના વિધાર્થીની પસંદગી થઈ।

You may also like