દશવાડા મા પ્રફુલભાઇ શુક્લ ની 879 મી ભાગવત કથા નો આરંભ થયો, ભવ્ય પોથી યાત્રા નીકળી।

પારડી તાલુકા ના દશવાડા ગામે જલારામ મઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 879 મી ભાગવત કથા નો આજે મઁગલ પ્રારંભ થયો હતો.આ પૂર્વે મુખ્ય યજમાન રમેશભાઈ નાનુભાઈ પટેલ ના નિવાસેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.જેમાં વાજા વાજિંત્રો , કળશધારી બેહનો, ગામના આગેવાનો સાથે મોટી સઁખ્યામાં લોકો જોડાયા હતા.વ્યાસપીઠ પરથી પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે માણસ ના જીવનમાં પુણ્ય પ્રગટે ત્યારે ભાગવત દર્શન થાય છે.પારડી તાલુકામાં આદિવાસી સમાજે સનાતન ધર્મ જાળવી રાખ્યો છે એની આજે પ્રતીતિ થાય છે.આજના મનોરથી હેમંતભાઈ ઉત્તમભાઈ પટેલ આમરી એ પોથી પૂજન કર્યું હતું.બાપુ ના ઉતારા પર વિનોદભાઈ અમ્રતભાઈ પટેલ નિવાસે સઁજયભાઈ દેસાઈ ના મનોરથી પદે દશ મહાવિદ્યા પૂજા અને દશાંશ યજ્ઞ માક્ષિતભાઈ રાજ્યગુરુ અને જયાનંદ જી દ્વારા સંપન્ન થયો હતો.રાજેશભાઈ પટેલ અને યુવક મંડળ દ્વારા મેહમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું।