આર.કે.દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી દ્વારા આંતરરાષ્ટ્રીય ‘ડ્રગ્સ અબ્યુસડે”ની ઉજવણી કરવામાં આવી।
આર.કે.દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી દ્વારા આંતરરાષ્ટ્રીય ‘ડ્રગ્સ અબ્યુસડે”ની ઉજવણી કરવામાં આવી. આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન , વાપીમાં તા.26 જૂન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય ‘ડ્રગ્સ’વિરોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા PSI શ્રી એમ.કે. ભીગરાડિયા સાહેબ, sOG વલસાડ કેમ્પ, વાપી ASI શ્રી વિક્રમભાઈ રાઠોડ, H.C શ્રી હસમુખભાઈ, P.C શ્રી સમ્રાટ, P.C શ્રી ભરત ભાઈ તથા પોલીસ સમન્વય ગ્રુપના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમનો શુભારંભ દીપપ્રાગટય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ASI શ્રી વિક્રમભાઈ રાઠોડ દ્વારા સમાજમાં ડ્રગ્સનું દુષણ ઘટે અને વિદ્યાર્થીઓ જાગૃતિ બને એ અંગે ઉદબોધન આપ્યું હતું.ત્યાર બાદ સંસ્થાના આચાર્ય ડો.પ્રીતિ જે ચૌહાણ દ્વારા પાવર પોઇન્ટ ના માધ્યમ થી ‘ડ્રગ્સ’ મુક્ત વિશે તાલીમાર્થીઓને સરળ શૈલી માં વિચારો રજૂ કર્યા હતા. ત્યાર બાદ તાલીમાર્થી શિક્ષક નાયકા હિતેશ અને પૂર્વી ટંડેલ દ્વારા ‘ડ્રગ્સ’ વિરોધી અંગે વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમના અંતે PSI શ્રી એમ.કે.ભીગરાડીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ‘ડ્રગ્સ’વ્યસન થી થતા નુકશાનથી અને ડ્રગ્સના દુષણ થી દુર રહેવામાટે અપીલ કરી હતી.તથા ડ્રગ્સની કોઈ ગેર પ્રવૃત્તિ જોવામળે તે અંગે “1908” ઉપર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ ના અંતે પૂજબેન સિદ્ધપુરા દ્વારા આભાર વિધિ થાય બાદ ડ્રગ્સ એબ્યુસડે અંગે રેલી કાળવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.દીક્ષિતા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંગે ચેરમેન મિલન દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating