વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ‘શિક્ષક દિન’ની ઊજવણી કરવામાં આવી।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ‘શિક્ષક દિન’ની ઊજવણી કરવામાં આવી।5મી સપ્ટેમ્બર શિક્ષક ની ગરિમા ગાન કરતો દિવસ જેની સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નુ નામ સંકળાયેલ છે જેમનો જન્મદિવસ સમગ્ર ભારત માં ‘શિક્ષક દિન’તરીકે મનાવવા મા આવે છે. વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું. શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ ,એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ શાળા ના શિક્ષક શ્રી જગદીશચંદ્ર મિસ્ત્રી અને શિક્ષિકા શ્રીમતી કિરણ પુરી ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. શાળા ના શિક્ષકો માટે વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા શિક્ષક ભાઈ બહેનો ને ઈનામ આપવામાં આવ્યું. બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઇ સમગ્ર શિક્ષકો ને શુભેચ્છા કાર્ડ આપી શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે સૌને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી।
Average Rating