આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના કોલેજ અંતર્ગત “મટકી ડેકોરેશન ” ની સ્પર્ધા યોજવામાં આવી।

Views: 515
1 0

Read Time:1 Minute, 53 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના કોલેજ અંતર્ગત “મટકી ડેકોરેશન ” ની સ્પર્ધા યોજવામાં આવી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપી કોલેજમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટી નાં સભ્ય રોઝી પટેલ, સાલીની અગ્રવાલ, હિરલ પટેલ, સુરભી ચૌધરી, મહાનુર બુલેખા, વિદ્યા હિતલમની તથા મ્યાત્રા રુચિ નાં નેતૃત્વ હેઠળ “મટકી ડેકોરેશન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સર્જનાત્મક કૌશલ્ય નો વિકાસ થાય એ હેતુ થી “મટકી શણગાર” ની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા ના નિર્ણાયક તરીકે બી.એડ ફેકલ્ટીના અધ્યાપિકા ડો.વૈશાલી દેસાઈ હતા. તેમણે ખુબજ ઝીણવટ થી નિર્ણાયક ની ભૂમિકા અદા કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક S.y. B.com વિભાગમાંથી Gitanjali jha બીજા ક્રમે T.y.B.com નાં katariya Hetal and MSc વિભાગના kritika patel અને ત્રીજા ક્રમે F.y.B.com ના Arti Halpati અને T.y.B.sc ના Amisha patel હતા.તેવીજ રીતે ગ્રુપમાં ભાગ લેનાર પ્રથમ ક્રમાંકમાં આવનાર BCA વિભાગના વિધાર્થીઓ Vyom Goswami, Roshni yadav, Roshni Prajapati,Disha હતા. સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી,ડૉ.અમી ઓઝા, ડો.મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like