ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં અત્યંત જાણીતું વાંસનું શાક એક ઔષધિ વાંસના ફળ, ફૂલ,પાંદડા અને ધડ બધુંજ ઉપયોગી…।
ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં અત્યંત જાણીતું વાંસનું શાક એક ઔષધિ.વાંસના ફળ, ફૂલ,પાંદડા અને ધડ બધુંજ ઉપયોગી…દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હાલ કુમળાં વાંસની સિઝન ચાલી રહી છે.ત્યારે અહીં કુમળાં વાંસનું શાક તેમજ અથાણું બનાવવામાં આવે છે.કુમળાં વાંસ ને વાંસદી કે વાંસકીલના નામે ઓળખવામાં આવે છે.કુદરતી રીતે ઉગી નીકળતા માનવેલ વાંસના કુમળાં અંકુર જેવાં પિલાનું અહીં ના આદિવાસીઓ શાક બનાવીને ખાય છે.આ ઉપરાંત તેમનું અથાણું પણ બનાવવામાં આવે છે.ગુજરાત રાજ્ય ના છેવાડે આવેલો ડાંગ જિલ્લાના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે.જેનું આયુષ્ય આશરે ચાલીશ વર્ષ જેટલું હોય છે. જ્યાં સુધી વાંસ પર ફૂલ ના આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહે છે.લગભગ ચાલીશમાં વર્ષે ફૂલ આવ્યા બાદ એનું જીવન પૂરું થાય છે.જો કે એ ફૂલમાંથી જે ફુલ બને એ જમીન પર પડવાથી તરતજ નવા વાંસનો જન્મ થાય છે. વાંસના પાન પાતળા અને લાંબા હોય છે.જેનો આગળનો ભાગ ભાલાના ફણની જેમ અણીવાળો હોય છે.હાલ ની સિઝન માં વાંસ સરળતાથી મળી જતા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે.જ્યારે ચાલીશ વર્ષ બાદ વાંસ ઉપર આવતા બીજમાંથી દળીને રોટલો કે શિરો બનાવી ખાય છે. આદિવાસી ગામડાઓમાં વાંસની પટ્ટીઓને ગૂંથીને કાચા મકાનોની ખપાડા બનાવવામાં આવે છે.અને પોતાના ખેતર ને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે.આ ઉપરાંત લાકડા તરીકે ,હોળી, તરાપા, સુપડા, વગેરે બનાવવા માટે પણ વાંસ નો ઉપયોગ કરવામાં આવે છે.તેમજ વાંસ માંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે.કુમળાં વાંસ નો વિવિધ ખાદ્ય બનાવટો માં ઉપયોગ થાય છે.કેટલાક લોકો આ કુમળાં વાંસને આખું મીઠું ભરી સૂકવીને અન્ય ઋતુમાં પણ એનું શાક બનાવીને ખાય છે.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating