કેબીએસ એ નટરાજ કોલેજમાં ૭૯માં સ્વતંત્રત દિવસની ઉજવણી થઇ।

Views: 104
0 0

Read Time:2 Minute, 9 Second

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્દ્ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં ૭૯મા સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે, ખૂબ જ દેશભક્તિ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસને રાષ્ટ્રધ્વજના રંગોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી એકતા અને ગૌરવનું જીવંત વાતાવરણ સર્જાયું હતું. ઉજવણીની શરૂઆત વિક્રમ ગ્રૂપ ઓફ કંપનીઝ ના ડિરેક્ટર શ્રી રીપન ટચાક દ્વારા ધ્વજવંદન ફરકાવીને થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ્ના ચેરમેન શ્રી એ. કે. શાહ તથા ટ્રસ્ટ્રી મેમ્બર ભારતીબેન સુમારીયા, વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો, અને કોલેજના સ્ટાફગણે આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક પ્રદર્શન અને ભાષણોમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ રાષ્ટ્રની પ્રગતિમા યોગદાન આપવાની પ્રતિજ્ઞા સાથે સમાપ્ત થયો. યાદગાર ઉજવણીના અંતને ચિહ્નિત કરતા બધા સહભાગીઓને મીઠાઈઓ વહેંચવામાં આવી. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે મુખ્ય મહેમાન, ટ્રષ્ટીગણ તેમજ વિધાર્થીઓનો આભાર માની વ્યક્તિગત જીવનમાં પણ દેશભક્તિ સાથે સમાજના દુષણો અને કુરિવાજો તેમજ વ્યસનથી મુક્ત થઇ સ્વચ્છ ભારતના જાગૃત નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like