કરાટેમાં કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ચેમ્પીયન બની।
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિઘ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કરાટે (બોયઝ) સ્પર્ધા પી.એચ. આર્ટ્સ એન્ડ ઉમરાવ કોલેજ, કીમ દ્વારા આયોજિત વી.એન.એસ.જી.યુ. સુરત ના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં કરાટેબાજોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિઘ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કષ્ઠ દેખાવ કરતા કરાટે સ્પર્ધામાં ૩ બોન્ઝ મેડલ મેળવી ચેમ્પીયન થયા. જેમાં વિદ્યાર્થીઓમાં ૧. ઓમ યાદવ (બોન્ઝ મેડલ) T.Y.B.Com., ૨. સમીર ખાન (બોન્ઝ મેડલ) S.Y.B.Com., ૩. રાજન મિશ્રા (બોન્ઝ મેડલ) F.Y.B.Sc પ્રાપ્ત કરતા સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યુ છે. આ દરેક કરાટેબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્યાપકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।
Average Rating