વાપીમાં છેલ્લા 4 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે।

Views: 349
1 0

Read Time:6 Minute, 4 Second

વાપીમાં કાર્યરત હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ નાં પ્રમુખ યુસુફ ઘાંચી દ્વારા વલસાડ કલેકટર શ્રી શિપ્રા આંગ્રે , વાપી તાલુકા મામલતદાર એસ. કે. વળવી , વાપી સર્કલ મામલતદાર વિવેક ગઢવી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને હાથલારીઓ અને વિધવા તથા વૃધા પેંશન અને E – શ્રમ કાર્ડ નાં વિતરણ કરવામાં આવ્યું હતું . વાપીમાં છેલ્લા 4 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે . જેના કાર્યક્રમમાં વલસાડ કલેકટર શિપ્રા આંગરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં . ટ્રસ્ટ ની કામગીરી અંગે ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચીએ વિગતો આપી હતી કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી સંસ્થા છે . જેમાં ટ્રસ્ટ દ્વારા માસિક ૧૨૫૦ રૂપિયા પ્રમાણે વાર્ષિક ૧૫૦૦૦ પ્રમાણે ગુજરાત સરકારની ગંગા સહાય યોજનામાં આપવામા આવી છે. , પાછલા 3 વર્ષમાં 60 વિધવા મહિલાઓને ગાંધીનગર ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના ગુજરાત સરકાર પાસેથી ટ્રસ્ટ નાં ખર્ચે વિનામુલ્યે અપાવવામાં આવીછે તથ બેંકમાં પેન્શન ચાલુ થઈ ગયું છે.. અને 110 વિધવા તથા ગરીબ તથા શ્રમજીવી પરિવારોને રેશનકાર્ડ માં અનાજ સહાયતા પણ ચાલુ કરવામાં આવી છે. તથા પાછલા 2 વર્ષ માં બેરોજગાર પરિવારોને 30 હાથલારી તથા આ પ્રોગ્રામ માં 20 હાથલારી ઓ કલેકટર ની નાં હસ્તક આપવાના આવી હતી. તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બીમાર લોકોને માં આયુષમાન કાર્ડ હેઠળ સારવાર કરાવી આપી છે . જેમાં અત્યાર સુધીમાં 47 જેટલા ગરીબ દર્દીઓના કેન્સર , હાર્ટ , કિડની જેવી બીમારીની સારવાર કરાવી મદદરૂપ થયા છે . વાપી નગરપાલીકાની સખી મંડળ વગર વ્યાજની લોન ની યોજના અંર્તગત 30 પરિવારોમાં 10000 લેખે 30 મહિલાઓને 3 લાખની લોન અપાવી ચુક્યા છે. R.T.I. ફ્રી એડમીશન યોજનાં માં 6 ગરીબ પરિવારોમાં 6 બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં એડમીશન અપાવ્યા છે. 10 પરિવારોમાં ઉજ્જવલા યોજનામાં વિનામૂલ્યે ગેસ અને ચુલા અપાવીને મદદરૂપ થયાં છે. ટ્રસ્ટ ની આ સરાહનીય કામગીરીને વલસાડ કલેકટર શિપ્રા આંગ્રે દ્વારા સરાહના કરવામાં આવી હતી. . કલેકટરે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના પીડિત , શોષિત મહિલાઓને મદદ કરવામાં આવે છે . અનાજ , રોજગારી , આરોગ્ય , શિક્ષણની સહાય પુરી પાડી સરકારની જે યોજનાઓ છે . તેને સફળ બનાવી રહ્યું છે . જે માટે લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમને મળેલી સહાયથી ખૂબ જ ખુશી થઈ ટ્રસ્ટ અભિનંદન ને પાત્ર છે . અત્રે ઉલલેખનીય છેકે આ સેવાકીય કાર્યમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલ , પુરવઠા મામલતદાર પુજાબેન પટેલ તરફ થી અરજદાર લાભાર્થીઓ ને રેશનકાર્ડ , આવક દાખલા , વિધવા સહાય માટે ખુબજ મદદરૂપ થયાં છે તે બદલ ટ્રસ્ટનાં પ્રમુખ યુસૂફ ઘાંચી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યોએ સરકારની વૃદ્ધ પેશન , યોજના , વિધવા સહાય યોજના , રાશન સહાય યોજના , માં કાર્ડ યોજના જેવી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને સાચા અર્થમાં હેલ્પ કરી ટ્રસ્ટનું નામ સાર્થક કર્યું છે . જેના લાભાર્થી વિતરણ કાર્યક્રમમાં , તાલુકા માલતદાર એસ. કે. વળવી, વાપી સર્કલ મામલતદાર વિવેક ગઢવી , રેમ્બો hospitan નાં હાર્ટ સર્જન પ્રણવ ઓઝા , કશ્યપ દેસાઇ , સર્કલ મામલતદાર વિવેક ગઢવી , ટ્રસ્ટ નાં પ્રમુખ યુસુફ ઘાંચી , અને ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ નાશીર પાનવાલા, આસીફ ઘાંચી , સલમાન ચૌહાણ , અકલીમુનનીશા ખાન, અસ્લમ મેતર , અને મુસ્લિમ સમાજના આગેવાનો , શૌકત બેલીમ , સામાજિક કાર્યકર એમ.એમ.ખાન છોટુભાઈ ,વાપી ઘાંચી સમાજના પ્રમુખ ફારૂક સોલંકી , મોર્ડન સ્કૂલના ચેરમેન મંજુરખાંન , સામાજિક કાર્યકર ખલીલ ગોદાલ , યુનિટી ટ્રસ્ટનાં પ્રમુખ શકીલ ખાન ,શમીમ ખાન , મહમદઅલી , વલીભાઈ મેતર , સામાજિક કાર્યકર મુખત્યાર ઘાંચી , વાપી સોશિયલ સેવા નાં પ્રમુખ કિરણ રાવલ , મોહમદ સફીક મિર્ઝા પપુભાઈ , સોહેલ શેખ , સલાઉદીન અસારી ,જીયાઉલાહ ખાન,રફીક ગાંધી , આદિલ ખેરાની , કલીમ ખાન , હનીફ મનસુરી , મહીલા સહાયતા કેન્દ્રના માધુરીબેન , નેહા બેન સહિત , ફૈજાન શૈખ , રફીક શૈખ , અગ્રણીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like